મોરબી: મોરના લાતી પ્લોટ શેરી નં-૨ ના નાકા નજીકથી બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરના લાતી પ્લોટ શેરી નં-૨ ના નાકા નજીકથી આરોપી સુરેશભાઈ પેશુમલભાઈ લાલવાણી રહે. રણછોડનગર સાંઈબાબાના મંદિરની પાસે મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ બિયર ટીન નંગ -૩ કિં રૂ. ૩૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક,...
મોરબી: મોરબી શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ગરમીથી રાહત મળી રહે તે માટે દરેક વોર્ડમાં તાત્કાલિક કુલર મુકવા સામાજિક કાર્યકરોએ મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મોરબી સિવિલ...