મોરબી તાલુકાના જુના સાદુળકા ગામેથી સીમમાં પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદેસર કટીંગ કરવામાં આવતું હોવાની બાકી મળી હતી જેના જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ગેસનું કટીંગ કરનારા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસે બે ટેન્કરના ચાલક સહિત બે શખ્સોને ત્યાંથી ઝડપી લીધા હતા અને આ શખ્સો દ્વારા પોતાના તેમજ બીજાના જીવને જોખમમાં મૂકીનેપ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદેસર ફીટીંગ કરવામાં આવતું હતું જેથી પોલીસે પ્રોપેન ગેસ ટેન્કર બોલેરો ગાડી અને ગેસના 32 બાટલા મળીને રૂપિયા ૨૯,૮૫,૨૯૪/-નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને બે આરોપીને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને બાજરી મળી હોય કે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં પ્રોપેન ગેસના ટેન્કર માંથી ગેસના બાટલા ભરવાનું કાવતરું ચાલતું હોય ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેડ કરતા ત્યાંથી ગેસ કાઢીને બાટલામાં ભરવામાં આવી રહ્યો હતો ત્યારે હાલ પોલીસ દ્વારા ટેન્કર ચાલક ગુડ્ડુ હુબલાલ નિશાદ અને આરોપી દીપકભાઈ પ્રતાપભાઈ બોરીચા ને પકડી પાડવામાં આવ્યા છે. અને હજુ બે આરોપીઓને પકડવાના બાકી છે જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
પોલીસ દ્વારા ઘટના સ્થળથી ટેન્કર જેમાં ગેસ ભરવામાં આવ્યો છે તે ૧૬. 560 મેટ્રિક ટન પ્રોપેન ગેસ જેની કિંમત 11,05,794/- ટેન્કર રૂપિયા ૧૫ લાખ, બોલેરો ગાડી, ખાલી ગેસના સિલિન્ડર – ૩૨ અને મોબાઈલ મળીને કુલ 29,85,294/- ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
