સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી માંડીને વિરાટ કોહલી સુધી, ટીમ ઇન્ડિયાના ઘણા દિગ્ગજ ક્રિકેટરો છે જેને પોતાનો વ્યવસાય છે અને તેમાં તે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહયા છે. ધોનીના ખેતરમાં ઉગાડવામાં આવેલા જૈવિક ફળો અને શાકભાજીની સાથે ઝાબુઆના કડકનાથ મરઘાં અને ઇંડાની પણ ઘણી માંગ છે. આ સાથે જ, તેંડુલકરે અત્યાર સુધીમાં અલગ અલગ સાત રોકાણોમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. દાદા એટલે કે સૌરવ ગાંગુલી, ઝહીર ખાન સહિત ઘણા ક્રિકેટરો પણ ધંધામાં તેમનો કમાલ બતાવી રહ્યા છે. ચાલો તેમના વિશે જાણીએ:
ગાવસ્કરે દેશની પહેલી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની શરૂ કરી.
પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપ (પીએમજી) એ ભારતની પહેલી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની છે, જેની શરૂઆત વર્ષ 1985 માં સુનિલ ગાવસ્કર અને સુમેધ શાહે કરી હતી. અલબત્ત તે મુખ્યત્વે ક્રિકેટના ક્ષેત્રે કામ કરવા માટે જાણીતી છે, પરંતુ તે ગોલ્ફ, સ્ક્વોશ, હોર્સ રેસિંગ, હોકી, બૉડીબિલ્ડિંગ, તીરંદાજી અને પાણીની રમતો જેવી અન્ય રમતોમાં પણ સેવાઓ આપે છે.
કપિલ દેવની કંપની સ્ટેડિયમ અને રમતગમતના ક્ષેત્રને રોશન કરે છે.
પૂર્વ કેપ્ટન કપિલ દેવે 1995 માં દેવ મુસ્કો લાઇટિંગ પ્રાઇવેટ લિમિટેડના નામથી સ્પોર્ટ્સ લાઇટ કંપનીની સ્થાપના કરી. લાઇટિંગ કંપની દ્વારા મોહાલીમાં આઈએસ બિન્દ્રા, મુંબઇમાં બ્રેબોર્ન, અમદાવાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ, કટકમાં બારાબતી અને નાગાલેન્ડના દિમાપુર સ્ટેડિયમની પ્રકાશ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કંપની માત્ર ક્રિકેટની જ નહીં પરંતુ અન્ય રમતો માટે પણ પ્રકાશની વ્યવસ્થા કરે છે.
ધોની કરે છે મરઘાંની ખેતી.
ક્રિકેટ જગતમાં નામ મેળવ્યા બાદ મહેન્દ્રસિંહ ધોની હવે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ચોગ્ગા અને સિક્સર ફટકારી રહ્યો છે. ધોનીના ફાર્મ હાઉસમાં ઉગાડવામાં આવતી શાકભાજી, દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોની સાથે હવે ધોનીના ફાર્મ હાઉસમાં ઉછરેલા કડકનાથ ચિકનનો સ્વાદ પણ લોકપ્રિય થયો છે. ધોનીના ચાહકો કોઈપણ કિંમતે તેમની બ્રાન્ડ અને ઉત્પાદનો ખરીદવા માટે તૈયાર થાય છે. રાંચીમાં, ધોનીના ફાર્મ હાઉસમાં ઉગાડેલા ઉત્પાદનોના વેચાણ માટેના બે કાઉન્ટર્સ છે. ધોનીના ફાર્મના ઇંડા પણ ચર્ચામાં છે. થોડા મહિના પહેલા ધોનીએ ઝાબુઆથી ચિકન મંગાવીને કડકનાથ જાતિના ચિકનનો વ્યવસાય શરૂ કર્યો હતો. અહીં તૈયાર કરાયેલા કડકનાથના ઇંડા 40 રૂપિયા પ્રતિ ટુકડાના ભાવે વેચાઇ રહ્યા છે. કડકનાથ 1000 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા તેણે ખેતી, ડેરી અને ત્યારબાદ મરઘાંની ખેતી શરૂ કરી હતી.
કોહલી ફેશન બ્રાન્ડ અને જીમ ચેનનો મલિક છે
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ફૂટબોલ રમવાનું પસંદ છે. તે આઈએસએલની ટીમ એફસી ગોવાના સહ-માલિક છે. કોહલીનું કહેવું છે કે, જ્યારે તેઓ નિવૃત્ત થશે ત્યારે તે જાતે જ તેને સંભાળશે. કોહલીએ યુએસપીએલના સહયોગથી નવેમ્બર 2014 માં એક યુવા ફેશન બ્રાન્ડની શરૂઆત પણ કરી હતી. ઉપરાંત, વર્ષ 2015 માં કોહલીએ જીમ ચેન શરૂ કરવા માટે આશરે 90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કોહલીની આ જીમ ચેઇનનું નામ ચિસિલ છે