મોરબીમાં નજીવી બાબતે યુવક પર ચાર શખ્સોનો તલવાર વડે જીવલેણ હુમલો
મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૦૧ યુવકના મકાન પાસે રવાપર રોડ પર આરોપી પોતાનુ બાઈક શેરીમાં રોડ ઉપર રાખેલ હોય જેથી બાઈક સાઈડમાં લેવાનું કહેતાં આરોપીને સારૂં નહીં લાગતાં ચાર આરોપીઓ યુવકનાં ઘર પાસે જઈ યુવકને ગાળો આપી યુવક પર તલવાર વડે ઘા મારી તેમજ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટમાં શેરી નં -૦૧ મોંમાંઈ કૃપા મકાન મહેશ્વરી મેડિકલ વાળી શેરીમાં રહેતા સત્યદીપસિંહ દિલીપસિંહ જાડેજા(ઉ.વ.૨૭) એ આરોપી અસલમ સલીમભાઇ ચાનીયા, રહીશ ઉર્ફે ભાણો, અસલમ નો દિકરો તથા એક અજાણ્યા માણસ રહે. બધાં કાલીકા પ્લોટ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૨-૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ફરીયાદી ઉપરોકત તારીખ સમય અને સ્થળેથી પોતાની સ્કોર્પીયો કાર નં. GJ-10-DR-0077 વાળી લઇને પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપી અસલમનો દિકરો કાલીકા પ્લોટ શે.નં. ૧ માં પોતાનુ મોટર સાયકલ રોડ ઉપર રાખેલ હોય જે ફરીયાદીએ મોટર સાયકલ સાઇડમાં લેવા સારૂ કહેતા આરોપીઓને સારૂ નહીં લાગતા તેનો ખાર રાખી ફરીયાદીના રહેણાંક મકાન પાસે ચાર આરોપીઓ મોટર સાયકલ લઇને જઇ ફરીયાદી સાથે ગાળા ગાળી કરી આરોપી રહીશેએ પોતાના પાસે રહેલ લાકડાના ધોકા થી ફરીયાદીના ડાબા હાથમાં માર મારી ફ્રેકચર જેવી ઇજા કરી તેમજ આરોપી અસલમએ તલવાર વડે ફરીયાદીને માથામાં એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તેમજ આરોપી અસલમનો દિકરો તથા અજાણ્યાં માણસે ફરીયાદીને પાટા વડે મારી શરીરે મુંઢ ઇજાઓ કરી હતી જેથી ભોગ બનનાર સત્યદીપસિંહે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૬,૩૨૫,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.