મહારાષ્ટ્રમાં બુધવારે થાણે શહેરની મુંબ્રાની પ્રાઇમ ક્રિટિકેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ચાર દર્દીઓના મોત થયા હતા. સવારે હોસ્પિટલના પહેલા માળે આગ લાગી હતી. આગ લાગવાથી ચાર દર્દીઓના મોત થયા હતા અને દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરવિભાગની ગાડીઓ હાલમાં ઘટના સ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવા ની કામગીરી ચાલી રહી છે. અહેવાલો અનુસાર થાણે મહાનગરમાં આજે સવારે 03:40 વાગ્યે થાણેના મુંબ્રામાં પ્રાઇમ ક્રિટિકેર હોસ્પિટલમાં આગ લાગી હતી, બે ફાયર ટેન્ડર અને એક બચાવ વાહન ઘટનાસ્થળે છે, આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે, દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડતી વખતે ચાર લોકોના મોત થયા છે. મૃત્યુનો આંકડો વધુ વધી શકે છે. હોસ્પિટલમાં આગ ને કાબૂમાં લેવા માટેના પ્રયાસો ચાલુ છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. 26 માર્ચે મુંબઈના ભાંડુપ ઉપનગરના ડ્રીમ્સ મોલની સનરાઇઝ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં અગિયાર દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલા તમામ દર્દીઓ વેન્ટિલેટર પર હતા જેના કારણે તેઓ બહાર નીકળી શક્યા ન હતા. કોરોનાપીડિતો ઉપરાંત અન્ય રોગોના દર્દીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં અવારનવાર અકસ્માતો થાય છે. વિરારમાં લાગેલી આગની ઘટના પહેલાં નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ડો.ઝાકિર હુસૈન હોસ્પિટલની ઓક્સિજન ટેન્ક લીક થઈ હતી.તેને રોકવા માટે દર્દીઓને મળતો ઓક્સિજનનો પુરવઠો થોડો સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે વેન્ટિલેટર પર રહેલા 24 કોરોના દર્દીઓના મોત થયા હતા. કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કુલ કેસોની સંખ્યા વધીને 44,10,085 થઈ ગઈ છે.