મોરબીના જૂના નાગડાવાસ નજીક રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર પર હુમલો કરનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ
મોરબી: મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે ગુજરાત ગેસના માણસો લાકડા કાપે છે તેવી જાણ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરને કરતા ફોરેસ્ટ વિભાગમાં વનપાલની ફરજ બજાવતા કર્મચારી સ્થળ પર જતા વૃક્ષ કપાયેલા ન હોય જેથી આરોપી ઉશ્કેરાઇ જતા ફોરેસ્ટ ઓફિસરની ફરજમાં રૂકાવટ કરી ફોરેસ્ટ અધિકારી સાથે અમાન્ય વર્તન કરી ફોરેસ્ટ અધિકારીને છુટા પથ્થરો મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ જુનાગઢના વતની અને હાલ મોરબીના લાલબાગ સરકારી ક્વાર્ટસ બ્લોક નં -C-12-7 મા રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં વનપાલની ફરજ બજાવતા સોનલબેન નાનુભાઈ બ્રાહ્મણ (ઉ.વ.૩૬) એ આરોપી વસંતભાઈ રાઠોડ તથા જયેશભાઈ ગગુભાઈ મિયાત્રા રહે. બંને જુના નાગડાવાસ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૦૯-૨૦૨૩ ના રોજ સવારના પોણા અગિયાર બારેક વાગ્યાનાં અરસામાં ફરીયાદી પોતાની ફોરેસ્ટ વિભાગમા વનપાલની ફરજમા હોય દરમ્યાન આરોપી વસંતભાઈએ ફરીયાદીને ફોન કરી જણાવેલ કે જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે ગુજરાત ગેસના માણસો વૂક્ષો કાપે છે જેથી ત્યા જતા સ્થળ ઉપર કોઇ વૃક્ષ કાપેલ ન હોય જેથી આરોપી વસંતભાઈ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે ઉચા અવાજે બોલવા લાગેલ કે વૃક્ષો કાપેલ છે તમો લેખીતમા વૂક્ષો કાપેલ છે તેવુ આપો તેમ કહી ફરજમા રૂકાવટ કરી તેમજ આરોપી નંબર જયેશભાઇએ ગુજરાત ગેસનુ કામ કરતા માણાસોને ગાળો આપતા ફરીયાદી પોતાના મોબાઇલમા વિડીયો ઉતારતા આરોપી જયેશભાઇએ મોબાઇલ પડાવવા જતા ફરીયાદી મોબાઇલ નહી આપતા ફરીયાદીને ગળાના ભાગે તથા વાસાના ભાગે ઢીકા મારી મુંઢ ઇજા કરી આરોપી જયેશભાઇએ ફરીયાદીને છુટો પથ્થરનો ઘા મારી ડાબા પગના ઢીચણના ભાગે મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સોનલબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૩૨,૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.