Tuesday, November 26, 2024

મોરબીમાં બળજબરીથી રૂપિયા કઢાવી લેવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાપોલીસ સ્ટેશનના બળજબરીથી રૂપિયા કઢાવી લેવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મુદામાલની રકમ તથા ગુનામાં વપરાયેલ કાર સાથે આરોપીને ગણતરીની કલાકોમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

મોરબી: ગઇ કાલ તા.૨૫/૦૬/૨૦૨૩ નારોજ ફરીયાદી પરેશભાઇ લક્ષ્મણભાઇ સવત રહે. રવાપર રોડ, મોરબી વાળા પોતાની કાર લઇને મોરબી- માળીયા હાઇવેરોડ ઉપર રવિરાજ ચોકડી પાસેથી પસાર થતાં હતા તે દરમ્યાન પાછળથી અર્ટીગા કાર નંબર GJ-03-LR-2451_વાળીના ચાલક ફરીયાદીની ગાડીનું ઓવરટેક કરી ફરીયાદીની ગાડીને રોકી મારી ગાડી સાથે ગાડી કેમ ભટકાડેલ તેમ કહી માથાકૂટ કરી ફરીયાદીને જાનથીમારી નાખવાની ધમકી આપી, ડરાવી ધમકાવી ફરીયાદી પાસેથી બળજબરીથી રૂ. ૨૩,૦૦૦/- કઢાવી લીધેલ જે બાબતે ફરીયાદીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો.કલમ ૩૮૭ મુજબ આજરોજ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

મોરબી એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ આ આરોપી તથા કારની તપાસમાં હોય તે દરમ્યાન હ્યુમન ઇન્ટલીજન્સ તથા ટેકનીકલ માધ્યમ મારફતે સદરહુ ગુનામાં સંડોવાયેલ આરોપી તથા અર્ટીગા કાર નંબર GJ-03-LR-2451 વાળીનો ચાલક મહમદઅવેશ નસરૂદીનભાઇ ઘોણીયા રહે. રાજકોટ વાળો હોવાની બાતમી મળતા તુરત જ એક ટીમ રાજકોટ ખાતે રવાના કરી આ કામે ગુનામાં સંડોવયેલ આરોપી તથા મુદામાલની રોકડ રકમ રૂ. ૨૩,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ અર્ટીગા કાર નંબર GJ-03-LR-2451 મળી આવતા મજકુર મહમદઅવેશ નસરૂદીનભાઇ ઘોણીયા ઉવ.૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે.ઘાંચીવાડ શેરી નં.૦૨/૦૭ જીલ્લા ગાર્ડન પાસે રાજકોટ વાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

બળજબરીથી રૂ. ૨૩,૦૦૦/- કઢાવી લેનાર આરોપીને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી મુદામાલની પુરેપુરી રકમ તથા ગુનામાં વપરાયેલ કાર સાથે આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર