Tuesday, September 24, 2024

ભારત દેશની આઝાદી માટે પુર્ણ પરિવાર ની આહુતિ અર્પિત ક્રાંતિકારી અને ચારણ સમાજ સુધારક ઠાકુર કેસરી સિંહ બારહઠની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી સપ્તાહ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

CGIF (ચારણ ગઢવી આંતરરાષ્ટ્રીય ફાઉન્ડેશન )વર્ષ ૨૦૧૫ માં રજીસ્ટર્ડ છે અને ૨૦૦૩થી ચારણ સમાજને સંગઠિત કરવા અને વિકાસના પંથે આગળ વધવાનો પ્રયાસ કરતુ આવ્યું છે.

સીજીઆઈએફના મેનેજિંગ ડિરેક્ટર (MD) સુમિત્રા ગઢવીએ જણાવ્યું કે આ વર્ષે ૨૦ નવેમ્બર, ૨૦૨૨ના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજધાની જયપુર સ્થિત ચારણ હોસ્ટેલ , બનીપાર્ક ખાતે સીજીઆઇએફની બોર્ડ મીટિંગ યોજાશે.અને જન્મજયંતિ સપ્તાહ ના ઉપલક્ષ્યમાં શનિવાર ૧૯/૧૧/૨૦૨૨ ના રોજ સાંજે પાંચ વાગ્યેથી ચારણ સ્નેહમિલન યોજાયુ છે.

CGIFના માનદ સભ્યોમાં કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ કાવિયાજી અને ગુજરાતથી CGIF સ્થાપક સભ્ય રાજા રૂડાચ, બોર્ડ સભ્ય રાજેશ્વરી બહેન અને સુપ્રીમ કાઉન્સિલ કમિશનર રવિદાનજી મોડ સાહેબ, નરહરદાન દેથા, પ્રભુદાન જી બાટી, મહેસાણાથી રામભાઈ ગઢવી, ઇંગ્લેંડથી બોર્ડ મેંબર લક્ષ્મણભાઈ જામંગ અને સાગરદાન ગઢવી (લંડન), તથા વડોદરાના ગોવિંદભાઈ ગઢવી અને CGIF બોર્ડના સભ્ય દાદુભાઈ જેસર, જયપુરથી બોર્ડના સભ્ય હાકમદાન કે.ચારણ,રાજસ્થાન મહિલા ફોરમ ની અધ્યક્ષા સીતા ચારણ, તથા બોર્ડ મેંબર શ્રી એસ કે ચારણ (ઝાંબિયા)અને બીજા પદાધિકારીયો સાથે મુંબઇ થી મેનેજીંગ ડીયરેક્ટર સુમિત્રા હાજર રહેશે.અને CGIFના સ્થાનિક સભ્યો તથા રાજસ્થાન ના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.વિશિષ્ટ કામગીરી કરીને ચારણ સમાજનું ગૌરવ વધારનાર ચારણોનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવશે.

કાર્યક્રમ સંયોજક સુનયના હાપાવતના માર્ગદર્શન હેઠળ ૧૯ મી નવેમ્બર ૨૦૨૨ને શનિવારના રોજ સાંજે ૫ કલાકે ચારણ સ્નેહ મિલન સમારોહ અને સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવશે.જેમાં રાજસ્થાનના પ્રબુદ્ધ ચારણ ભાઈઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. અંબાદાન કવિયા એ જણાવ્યું હતું કે સમારોહનું મુખ્ય આકર્ષણ કરણી મંદિરમાં ચિરજા (માતાજી ની ચરજ) ગાયન રહેશે અને કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓને , બહેનો ને શક્તિ સ્વરૂપ પ્રકાશ બાઈસા અને નવલ બાઈસાના આશીર્વાદનો લાભ પણ મળશે.કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને મુંબઈથી સમયાંતરે વર્ચ્યુઅલ મીટીંગો દ્વારા તૈયારીઓ કરવામાં આવશે.

જયપુર ચારણ પ્રાંતીય મહાસભાના પ્રમુખ સજ્જન સિંહ હાપાવતે વધુમાં વધુ લોકોને કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી કરી હતી.સજ્જનસિંહ હાપાવતે ચારણ સમાજને અનુરોધ કર્યો કે ૧૯ અને ૨૦ નવેમ્બરે ચારણ છાત્રાલયમાં આવીને કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપે. ૨૦/૧૧/૨૦૨૨ ના રોજ શાહપુરા ભીલવાડા (રાજસ્થાન) ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવશે.

નોંધનીય છે કે ૨૧ નવેમ્બર ૨૦૨૨ (સોમવારે) CGIF ના તમામ સભ્યો અને બોર્ડના સભ્યો શાહપુરામાં બહાદુર ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ઠાકુર કેસરી સિંહ બારહઠની ૧૫૦મી જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. ભારત સરકાર દ્વારા ઠાકુર કેસરીસિંહ બારહઠના જન્મસ્થળ દેવખેડા ગામ ને “મેરા ગાંવ મેરી ધરોહર”, યોજના હેઠળ જાહેર કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર