રાજકોટ ગોંડલ તાલુકાના ભોજપરા ગામના યુવા સરપંચ એવા વિપુલભાઈ પરમાર દ્રારા આ ભોજપરા ગામના વિકાસ માટે સૌપ્રથમવાર વિકાસમાં અત્યંત મહત્વની ભૂમિકા પુરી પાડી છે.જેમાં રાજકોટ જિલ્લામાં પ્રથમવાર ભોજપરાગામના વિકાસ માટે સરકારની પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ કરીને આ ગામના વિકાસ માટે 21મી સદીમાં અત્યંત આધુનિક મોડલ ગામ બનાવવા માટે પ્રેરણાદાયી કામ કરવા બદલ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેકટર રૈમ્યા મોહનના હસ્તે સન્માનપત્ર આપીને સન્માન જાહેરમાં કરવામાં આવ્યું હતું અને સમગ્ર સમાજ તરફથી અભિનંદન વર્ષાઓ થઈ રહી છે.
કળિયુગમાં પૈસાનું અનેરું મહત્વ જોવા મળે છે ત્યરે આવવા બહુ જૂજ લોકો હોય છે જે સેવાભાવ થી અને મન માં કોઈ જ લોભ કે લાલચ રાખ્યા વગર લોકોની સેવા કરી શકે છે. ભ્રષ્ટ લોકો દિવસે ને દિવસે તેમનો રામ બતાવે છે ત્યરે આવા લોકો પણ દુનિયામાં હોય છે જે લોકો નિઃસ્વાર્થ પણે સેવા ભાવથી જોડાયેલા હોય છે તો આવવા જ યુવા સરપંચનું જિલ્લા કલેકટર રૈમ્યા મોહન દ્રારા સન્માનપત્ર આપી સન્માન કરાયું જેમને પ્રથમવાર પુરેપુરે ગ્રાન્ટનો ઉપયોગ કર્યો અને ગામના નવીનીકરણ કર્યું.