Friday, November 22, 2024

જાણો ,શા કારણે દિલ્હી એરપોર્ટ પર 50 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દિલ્હી-એનસીઆરમાં શનિવારે ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટીને શૂન્ય મીટર થઈ હતી, જેની અસર હવાઈવ્યવહાર પર જોવા મળી હતી. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર સીઝનમાં આ ત્રીજી વખત બન્યું છે કે જ્યારે દૃશ્યતા શૂન્ય મીટર થઈ ગઈ છે. અગાઉ ગયા વર્ષે 8 ડિસેમ્બરે અને આ વર્ષે 1 જાન્યુઆરીએ, દૃશ્યતા ઘટાડીને શૂન્ય મીટર કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ખૂબ ગાઢ ધુમ્મસને કારણે પાલમ અને સફદરજંગમાં દૃશ્યતા શૂન્ય મીટર પર આવી ગઈ હતી. રવિવારે પણ રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. બીજી તરફ, દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસની સાથે પ્રદૂષણ પણ વધુ જોવા મળ્યું હતું. દિલ્હીમાં આજે સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) 492 નોધાયો હતો. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર 50 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ ફ્લાઇટ્સને અસર કરી છે, આશરે 40 જેટલી ફ્લાઇટ્સ ઉપડવાની રાહ જોઇ રહી હતી આ સાથે જ ઘણી ફ્લાઇટ્સને રદ કરવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર