નર્સિંગના પ્રથમ વર્ષ (GNM)માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની વ્હારે આવી મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી
ફરી એકવાર જરૂરતમંદ વિદ્યાર્થીનીની ફી ભરી આપી કન્યા કેળવણીના હેતુને સાર્થક કરી બતાવ્યો.
અનેક સામાજીક અને સેવાભાવી કાર્યો કરતી મોરબીની સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટીના ધ્યાનમાં આવ્યુ કે ફેક્ટરીમાં નોકરી કરતા પિતાની પુત્રીને ફી માટે આર્થિક મદદની જરૂરત છે.
તાત્કાલિક સંસ્થાની મહિલા સદસ્યોએ મળી પોતેજ પોતાના આર્થિક સહયોગ આપી રકમ એકઠી કરી નર્સિંગ (GNM) માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. ટ્વિકંલ કનુભાઈ ગોહિલની પ્રથમ સેમેસ્ટરની ફી રૂ. 20 હજાર ભરી આપી હતી. અને વિદ્યાર્થીનીને વધુ અભ્યાસ માટે પણ પ્રોત્સાહિત કરવા સાથે હુંફ પુરી પાડી હતી.
આગળના સમયમાં પણ મુસ્કાન વેલ્ફેર સોસાયટી આ જાતના સેવાકાર્યો કરવા કટ્ટિબધ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.