મહારાષ્ટ્રના ભંડારામાં જિલ્લા હોસ્પિટલમાં આગ લાગવાથી 10 માતાની કોખ સુની પડી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 નવજાતનાં મોત નીપજ્યાં છે અને 7 બાળકોને માંડ માંડ બચાવવામાં આવ્યા છે.
અકસ્માત દરમિયાન વોર્ડમાં કોઈ નહોતું તેથી બાળકો બળીને મરી ગયા.
આ સાથે જ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન પણ સ્થળ પર જવા રવાના થયા. ગૃહમંત્રી નાગપુર જવા રવાના થયા જ્યાંથી તેઓ ભંડારા જશે. ભંડારા પહોંચતાં તેઓ સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે અને પોલીસ અધિક્ષક સાથે વાત કરશે અને ઘટનાનો પ્રાથમિક અહેવાલ લેશે. આ ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે. ભંડારા અકસ્માતમાં 10 નવજાત શિશુઓના મોત બાદ સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે.
ભંડારાના જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે આ આગની ઘટના પાછળનું કારણ શું હતું તેની તકનીકી તપાસ કરવામાં આવશે. રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સહિત ઘણા નેતાઓએ આ દુઃખદ દુર્ઘટના પર ટ્વીટ કરી દુ: ખ વ્યક્ત કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું, ‘કે મહારાષ્ટ્રના ભંડારામાં શિશુઓના અકાળ મૃત્યુથી ભારે દુ :fખ થયું છે. આ હ્રદયજનક અકસ્માતમાં તેમના નવજાત બાળકોને ગુમાવનારા પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ’