Friday, November 22, 2024

જાણો કોણ છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા, તાલિબાન શા માટે તેણીનો જાની દુશ્મન બન્યો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પાકિસ્તાનની મલાલા યુસુફઝઇ ફરી એકવાર ચર્ચામાં છે. પાકિસ્તાનમાં સક્રિય તાલિબાન ઉગ્રવાદી સંગઠને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ઉગ્રવાદી સંગઠને કહ્યું કે આ વખતે નિશાનો ખાલી નહીં જાય. છેવટે, કોણ છે મલાલા યુસુફઝઇ.તાલિબાનના ઉગ્રવાદીઓ સાથે મલાલાની નફરત શું છે? છેવટે, ઉગ્રવાદીઓ મલાલાને કેમ નફરત કરે છે? હા, પાકિસ્તાનની આ બાળાએ ફરી એકવાર પાકિસ્તાનની બંધ સામાજિક વ્યવસ્થાને ઉજાગર કરી છે. મલાલાની વાત એ એક નિર્દોષની કહાની છે જે પોતાના દેશની મહિલાઓનો અવાજ બુલંદ કરવા માંગે છે. હવે ફક્ત પાકિસ્તાનમાં જ નહિ મલાલા વિશ્વભરમાં મહિલઓના હક અને તેમના અધિકારો માટેનો અવાજ બની ગઈ છે. ચાલો અમે તમને મલાલાના સંઘર્ષની સંપૂર્ણ વાત જણાવીએ તેની આ ટૂંકી સફરથી તમને પણ ગર્વ થશે.

મલાલા યુસુફઝઇનો જન્મ 1997 માં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત ઘાટીમાં થયો હતો. તે સમયે સ્વાત ખીણમાં તાલિબાનોનો આતંક હતો. આ ખીણ સંપૂર્ણ રીતે તેના નિયંત્રણમાં હતી. તાલિબાન થોડા સરકારી મથકો સિવાય બધું જ કબજે કરે છે. વર્ષ 2008 માં તાલિબાનોએ અહીં છોકરીઓના ભણતર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. આતંકવાદીઓના ડરથી યુવતીઓએ સ્કૂલ જવાનું બંધ કરી દીધું હતું. તાલિબાનના ડરથી ડાન્સ અને બ્યુટી પાર્લરોને આખી સ્વાત ખીણમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. તે સમયે મલાલા આઠમા ધોરણની વિદ્યાર્થી હતી. આ બધી વાત બાળપણમાં જ મલાલાના મનમાં ગઈ. તેમના સંઘર્ષની વાર્તા અહીંથી શરૂ થાય છે. તાલિબાનના આ હુકમના પગલે મલાલાના પિતા જીયાઉદ્દીન યુસુફઝઇ તેમને પેશાવર લઈ ગયા હતા. 11 વર્ષની ઉંમરે, મલાલાએ રાષ્ટ્રીય પ્રેસ સામે જોરદાર ભાષણ આપ્યું. આ ભાષણમાં તેણે પોતાના મૂળભૂત અધિકારો છીનવાઈ જતા સવાલ ઉભા કર્યા હતા.આ ભાષણ પછી,મલાલાએ તાલિબાનને પછાડવાનું શરૂ કર્યું. અને ત્યારબાદ તે તાલિબાનની દુશમન બની ગઈ. છોકરીઓના શિક્ષણના અધિકાર માટે લડનાર સાહસી મલાલાને વર્ષ 2014 ના નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાઈ હતી. આ એવોર્ડ બાદ પાકિસ્તાનમાં મલાલા સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. મલાલાના આ ઉમદા એવોર્ડથી પાકિસ્તાન ખુશ નહોતું. પાકિસ્તાનમાં તેને રાજકીય ચુકાદો કહેવામાં આવ્યો હતો અને તેને કાવતરું માનવામાં આવતું હતું. આ અગાઉ 2013 માં, મલાલાને યુરોપિયન યુનિયનનો પ્રતિષ્ઠિત શેખરોવ માનવાધિકાર એવોર્ડથી નવાજવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર ઉપરાંત, યુનાઇટેડ નેશન્સ દ્વારા મલાલાની બહાદુરી માટે તેના 16માં જન્મદિવસ પર 12 મી જુલાઇએ મલાલા ડેની ઘોષણા કરવામાં આવી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર