ખેડૂત આંદોલનને લઈને આજે પણ સંસદમાં હંગામાંનું વાતાવરણ સર્જાયું. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર માનવાની ચર્ચા આજે પણ ચાલુ રહી. આ સાથે ખેડૂતોના મુદ્દે પણ ચર્ચા થઇ. રાજ્યસભામાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરએ ખેડૂતો અંગે નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે ખેડૂતોની સાથે ઉભા રહેવાની વાત કરી હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે ખેડૂતોને ‘આપણા દેશની સૌથી મોટી તાકાત’ ગણાવ્યા હતા. કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે 15 મા નાણાં પંચે ગ્રામ પંચાયતોને 2.36 લાખ કરોડની ગ્રાન્ટ આપવાની ભલામણ કરી છે, જે કેબિનેટ દ્વારા સ્વીકારવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવા માટે લગભગ ૪૩૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં ખેડૂત આંદોલન અંગે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર આજે સંસદ પહોંચ્યા હતા. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમના હક માટે એન ન્યાય મળે તે માટે તેમને લડવાની ફરજ પડી, જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેના માટે ભારત સરકાર જવાબદાર છે. સાથે જ આ વિરોધ દરમિયાન માર્યા ગયેલા 194 ખેડુતોને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમણે 26 જાન્યુઆરીની હિંસા દરમિયાન ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ વધુમાં કહ્યું કે, ચિંતાની બાબત છે કે સુપ્રીમ કોર્ટ બંધારણીય કેસને લાંબા સમયથી પેન્ડિંગ રાખે છે. જ્યારે બંધારણીય કેસો તાત્કાલિક સુનાવણી અને નિર્ણયની માંગ કરે છે. ત્ન્યારે ન્તંયાતંત્ર દ્વારા થતી મોડી પ્રક્રિયાને કારણે તણાવ અને અવિશ્વાસ ઉભો થાય છે. આવું નિવેદન આપી આનંદ શર્માએ સુપ્રીમ કોર્ટ પર ટીપ્પણી કરી હતી. આજે રાજ્યસભામાં બસપાના સાંસદ સતીષ મિશ્રાએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પ્રદર્શન સ્થળો પાસે નાકાબંધી નક્કી કરવામાં આવી છે.તેઓએ અહમને દૂર કરવા અને ત્રણ કાયદાઓને રદ કરવા વિનંતી કરી હતી.