Friday, November 22, 2024

જાણો કેવી રીતે કોરોના વાયરસ સામેની લડતમાં ખેડૂતોનું પ્રદર્શન એક મોટી સમસ્યા બની ગયું છે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં દરરોજ કોરોના વાયરસ સંક્ર્મણના લાખો કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે દિલ્હી-એનસીઆર સરહદ પર મહામારીના સમયે ખેડૂતો તેની લડાઈમાં અડિંગો જમાવીને બેઠા છે. ન તો તેઓ કોરોના પરીક્ષણો કરી રહ્યા છે અને ન તો તેઓ કોરોનાની રસી લેવા તૈયાર છે. આ વચ્ચે મહામારી દરમિયાન સિંઘુ, ટીકરી અને ગાઝીપુર સરહદો પર બેઠેલા કૃષિ કાયદા વિરોધી પ્રદર્શનકારીઓ ઓક્સિજન ટેન્કરના માર્ગમાં અવરોધ ઊભો કરી રહ્યા છે, જેના કારણે કોરોનાના દર્દીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. રસ્તો બંધ થવાથી દિલ્હી સહિત અનેક રાજ્યોની હોસ્પિટલોને ઓક્સિજનના પુરવઠામળવામાં વિલંબ થઈ રહ્યો હતો. દેખાવકારો રસ્તા પર બેઠા હોવાથી કાં તો ઓક્સિજનટેન્કરો ગામની સાંકડી શેરીઓમાં ફસાઈ રહ્યા છે અથવા તો તેમને અનેક કિલોમીટરની મુસાફરી કરવી પડી રહી છે. પરિણામે કોરોનાના દર્દીઓ પીડાઈ રહ્યા છે. આ સમગ્ર મુદ્દે દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું હતું કે દિલ્હી સરહદ પર માર્ગ વિક્ષેપ ઓક્સિજન પુરવઠામાં અવરોધ પેદા કરી રહ્યો છે. આવી સ્થિતિમાં દેખાવકારોએ માનવતાવાદી તરીકે ઓક્સિજન ટેન્કરને રસ્તો આપવો જોઈએ. હાલ આંદોલન નહીં પણ દિલ્હીની પ્રજાનો જીવ બચાવવો જરૂરી છે. આથી આંદોલન મોકૂફ રાખી ઓક્સિજન ટેન્કરને રસ્તો આપવો જોઈએ. વાસ્તવમાં હરિયાણાથી દિલ્હી આવતા ઓક્સિજન ટેન્કરને બુધવારે હરિયાણાના કુંડલી ગામની સાંકડી ગલીઓમાંથી આવવું પડ્યું હતું કારણ કે પ્રદર્શનકારીઓ હાઇવે પર બેઠા હતા. આ માર્ગો આવા મોટા ટેન્કરોનું દબાણ સહન કરવા માટે સક્ષમ નથી. પરિણામે ટેન્કર ગામમાં 45 મિનિટ સુધી ફસાયું રહ્યું હતું. બાદમાં દિલ્હી અને હરિયાણા પોલીસે ટેન્કર બહાર કઢાવ્યું હતું. સમયસર ટેન્કર હોસ્પિટલ ન પહોંચતા હોસ્પિટલમાં દાખલ થયેલા સેંકડો કોરોના સંક્રમિત લોકો દાવ પર હતા. જો પોલીસે ટેન્કર ન કાઢ્યું હોત તો મોટી ઘટના બની શકી હોત. બીજી તરફ દેખાવકારો પોલીસ પર રસ્તો અવરોધિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર