બોલીવૂડમાં મી ટૂ(me 2) પ્રકરણમાં અનેક દિગ્ગજો પર ગંભીર આરોપ થયા બાદ જાગેલો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અંધેરીમાં રહેતી એક 28 વર્ષીય મોડેલને ફિલ્મોમાં કામ આપવાને નામે તેની સાથે દુષ્કર્મ કરવા પ્રકરણ બાંદરા પોલીસે પ્રસિદ્ધ ફોટોગ્રાફર, નિર્માતાના પુત્ર, ટેલેન્ટ મેનેજર અને નિર્માતા સહિત નવ જણ સામે એફઆઈઆર દાખલ કરી છે. આરોપીઓમાં ફોટોગ્રાફર કોલસ્ટન જુલિયન સાથે અનિરબાન બ્લાહ, નિખિલ કામત, શીલ ગુપ્તા, અજિત ઠાકુર, જેકી ભગનાની, ગુરુજ્યોત સિંહ, કૃષ્ણકુમાર, વિષ્ણુવર્ધન ઈન્દુરીનો સમાવેશ થાય છે. કોલસ્ટન સિવાયના અન્ય આઠ આરોપીમાં એક પ્રસિદ્ધ નિર્માતાનો પુત્ર, ટેલેન્ટ મેનેજર અને ફિલ્મ નિર્માતાનો સમાવેશ થાય છે. આરોપીઓની ગમે તે ઘડીએ ધરપકડ થઈ શકે છે, જેને લીધે બોલીવૂડમાં મોટો ધમાકો મચ્યો છે.ફોટોગ્રાફર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્યો વિરુદ્ધ હુમલો કરવા સંબંધે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના જનસંપર્ક અધિકારી અને ડીસીબી ચૈતન્ય સિરીપ્રોલૂએ આ માહિતી આપી હતી.
અંધેરીમાં રહેતી 28 વર્ષીય મોડેલે બોલીવૂડમાં મોટા કલાકારો સાથે કામ કરનારા ફોટોગ્રાફર કોલસ્ટન સામે દુષ્કર્મનો આરોપ કર્યોચે. 2014 અને 2018માં બોલીવૂડમાં કામ મેળવી આપવાને નામે ખોટાં આશ્વાસન આપીને બાંદરા વિસ્તારમાં દુષ્કર્મ કર્યાનો આરોપ મોડેલે કર્યો છે. 26 મેએ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. મોડેલે આ પૂર્વે 12 એપ્રિલે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ લખીને તેની પર થયેલા અત્યાચારને વાચા આપી હતી. કામના સમયે કઈ રીતે તેનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હતું તે વ્યથા તેણે જણાવી હતી. આ સાથેતેણે એક વરિષ્ઠ પોલીસ અધિકારીને પત્ર પણ લખ્યો હતો, જેમાં તેનું શારીરિક શોષણ અને તેની પર હુમલો કઈ રીતે થયો તેની વિગતો આપી હતી. આને આધારે બાંદરા પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.
બીજી બાજુ,મુંબઈમાં દિવસે દિવસે વધતી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે મુંબઈ પાર્કિંગ ઓથોરિટી સ્થાપવા માટે યશવંત જાધવની અધ્યક્ષતામાં યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ મુજબ ભારતીય પ્રશાસકીય સેવાના નિવૃત્ત સનદી અધિકારી રામનાથ ઝાની માર્ગદર્શક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે ટાટા સોશિયલ સાયન્સ સંસ્થાની બાહ્ય સેવા પુરવઠાદાર તરીકે નિયુક્તિ કરવામાં આવી હોઈ તેના થકી સંબંધિત વિષયના નિષ્ણાતોની સેવા ઉપલબ્ધ કરાશે, એવી માહિતી નવનિયુક્ત ટ્રાફિક કમિશનર અને એડિશનલ કમિશનર પી વેલરાસૂએ જણાવ્યું હતું.મુંબઈ મહાપાલિકા ક્ષેત્રનો ડેવલપમેન્ટ પ્લાન અને વિકાસ નિયંત્રણ અને પ્રોત્સાહન નિયમાવલી 2034માં મહાપાલિકાના અધિકાર ક્ષેત્રના સર્વ રસ્તા પર અને રસ્તા બાજુનું ટ્રાફિક વ્યવસ્થાપન, નિયોજન અને નિયંત્રણ કરવા માટે મહાપાલિકા સ્તરે ટ્રાફિક ઓથોરિટી રચવી જોઈએ એવી ભલામણ આ પૂર્વે કરવામાં આવી હતી. આ જ રીતે ટ્રાફિક ઓથોરિટી નિર્મિતી કરવા માટે એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ)ની ટ્રાફિક કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.