ટંકારામાં બે પક્ષો વચ્ચે મારામારી થતા સામ સામે ફરીયાદ નોંધાઈ
ટંકારા: ટંકારાના જુના હડમતીયા રોડ દેવીપૂજક વાસ પાસે રસ્તામાં માલ ઢોર ચરાવવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતા બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણાનાકા પાસે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી (ઉ.વ.૪૨) એ આરોપી રોહીતભાઈ સીંધાભાઈ ભરવાડ રહે. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૯-૨૦૨૩ ના રોજ સવારના આશરે સાડા દસેક વાગ્યાના અરસામાં ફરીયાદી વાડીએથી પોતાનુ મોટરસાયકલ લઇને ઘરે જતા હતા તે વખતે આ કામના આરોપીએ ફરીયાદીને રસ્તામા ઉભા રાખી પોતાના માલઢોર ચારતા માણસને કેમ માલઢોર ચરાવવાની ના પાડે છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદીને ડાબા હાથની આગંળીઓ પર તથા ખંભા પર લાકડી વડે ધા મારી ડાબા હાથની ટચલી આંગળીમા ફેકચર કરી તથા ખંભાના ભાગે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રવીણભાઈએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે બીજી ફરીયાદ ટંકારાના ઉગમણાનાકા પાસે સ્મશાન પાસે રહેતા રોહિતભાઈ સીંધાભાઈ ટોળીયા (ઉ.વ.૨૪) એ આરોપી પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી રહે. ટંકારા ઉગમણાનાકા પાસે ગાયત્રીનગર સોસાયટી તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૯-૨૦૨૩ ના સવારના આશરે સાડા દસેક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા સાહેદ- સાહીલએ આરોપીની વાડીમા તેમના માલઢોર ચરાવેલ ન હોય તેમ છતા તેમનુ નામ દેતા હોય જેથી ફરીયાદી આરોપીને સમજાવવા જતા આરોપી એકદમ ઉશકેરાઇ ગયેલ અને ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપવા લાગતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા જમીન પર પડેલ લાકડી વડે ફરીયાદીને એક ધા વાસામા મારી તથા બીજો ધા મારવા જતા સાહેદ વચ્ચે પડતા સાહેદને કપાળના ભાગે વાગતા ફુટ જેવી ઇજા કરી તથા જતા જતા ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રોહીતભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.