ફાંસીની માગ: કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાના વિરોધમાં મોરબી કલેકટરને આવેદન
મોરબી: કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ગોળી મારી હત્યાના વિરોધમાં મોરબી રાજપૂત કરણી સેના હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી ખાતે રાજપૂત કરણી સેના હિન્દુ યુવા વાહિનીના ભાઈઓ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની પોતાના નિવાસસ્થાન ખાતે ગોળી મારી હત્યા કરનાર હત્યારા, અસામાજિક તત્વો અને હત્યાની જવાબદારી લેનાર ગેંગ સામે કડક પગલાં લઈ તાત્કાલિક ધોરણે ધરપકડ કરી ફાંસીની આપવામાં આવે અને ઉંડી તપાસની માંગ સાથે મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.