અક્ષય તૃતીયાના દિવસે PM-KISAN યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ તેમના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે. કેન્દ્ર સરકાર પ્રત્યેક વર્ષ રાસાયણીિક ખાતરની સબસિડી પર આશરે રૂપિયા 80,000 કરોડ ખર્ચ કરે છે. DAPમાં સબસિડી વધારવા સાથે જ ખરીફ સીઝનમાં ભારત સરકાર 14,775 કરો વધારાનો ખર્ચ કરશે. કેન્દ્ર સરકારે બુધવારે સાંજે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે DAP ફર્ટિલાઈઝર પર સબસિડી 140% વધારી છે, એટલે કે હવે ખેડૂતોને એક બેગદીઠ પર રૂપિયા 500ને બદલે રૂપિયા 1200 સબસિડી મળશે. એનાથી ખેડૂતોએ ખાતરની બેગ માટે રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200 મળશે.બેઠકમાં એ મુદ્દે ચર્ચા થઈ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ફોસ્ફરિક એસિડ, એમોનિયા વગેરેની વધેલી કિંમતોને લીધે ખાતરની કિંમતોમાં વધારો થયો છે. વડા પ્રધાને એ મુદ્દે ભાર આપતાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થવા છતાં ખેડૂતોને જૂના દરો પર જ ખાતર ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે ભાવનગર જિલ્લામાં ખેતીમાં ભારે નુકશાની આવતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે જેમાં ભાવનગર જિલ્લાના વાવાઝોડાના પગલે લીંબુના પાકમાં ભારે નુકશાન પહોંચ્યું છે. જ્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા, શિહોર, વલભીપુર, ઉમરાળા સહિતના આસપાસના ગામોમાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકશાન થયું છે જેને લઈ તંત્ર દ્વારા આગામી દિવસોમાં સરવે નુકસાનનો આંક જાણી શકાશે. સમગ્ર છોટાઉદેપુર પંથકમા વાવાઝોડા અને વરસાદના કારણે ખેતી પાકને મોટો નુકસાન થતા લોકડાઉનમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના બીજા દિવસે જમીન પર ખરી પડેલી 17130 ટન કેરી વેચવા માટે ખેડૂતોએ એપીએમસી માર્કેટ અને મંડળીઓમાં લાઈન લગાવી હતી. વાવાઝોડા પહેલાં જે હાફુસ અને કેસરનો ભાવ ખેડૂતોને 1100થી 1400 રૂપિયા મણ મળતો હતો એ વાવાઝોડા બાદ 200થી 400 રૂપિયા મણ મળતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.સૌરાષ્ટ્રમાં 13,800 હેક્ટરમાં પથરાયેલા આંબાના વૃક્ષ વાવાઝોડાની ઝપેટમાં આવ્યા છે, આથી 60 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું હોવાથી કેરીની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.હજારો આંબા જમીનથી ઊખડી ગયા. PMની ગુજરાતને તત્કાલ રૂ.1000 કરોડની સહાય આપવાની જાહેરાત, મૃતકોના પરિવારજનને રૂ.2 લાખની અને ઈજાગ્રસ્તને રૂ.50 હજારની મદદ કરી.