Friday, October 18, 2024

જામીન પરથી ફરાર થયેલ ખુનના ગુનાનો કાચા કામનો કેદી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જેને પકડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કોડ તથા એલ.સી.બી.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટની સુચના મુજબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશનુ આયોજન કરી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવા સારૂ જરૂરી માર્ગદર્શનતથા સુચના કરતા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સિટી બી ડીવીજન પો.સ્ટે. એ પાર્ટ આઇ.પી.સી.કલમ-૩૦૨,૩૦૭,૩૨૫,૩૨૩,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુન્હાના કામે નામ. ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી દિન-૧૪ના ટેમ્પરરી જામીન મેળવી જેલ મુકત થયેલ હોય જે કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જે કાચા કામના કેદી હરેશભાઇ ઉર્ફે ઉગો દેવસીભાઇ ચારોલીયા રહે. મોરબી વાળો મોરબી ગાંધીચોક ખાતે હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે સ્ટાફ સાથે તપાસ કરતા મજકુર કાચા કામનો કેદી હરેશભાઇ ઉર્ફે ઉંગો દેવસીભાઇ ચારોલીયા ઉ.વ. ૩૬ રહે. મોરબી-કંડલા બાયપાસ રોડ, દલવાડી સર્કલ પાસે ઝુપડામાં, મોરબી વાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર