મોરબીના ફડસર અને જીજુંડા વચ્ચે રોડ પરથી બાઈક ચોરાયાની ફરીયાદ નોંધાઈ
મોરબી : મોરબી તાલુકાના ફડસર અને જીજુંડા વચ્ચે રોડ પર ખેતરના અંદર જવાના માર્ગ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામ દુધઈ ગામે રહેતા નીક્સનભાઈ લક્ષ્મણભાઈ માખેલ (ઉ.વ.૨૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૪-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-K-0721 જેની કિંમત રૂ.૧૮,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર નીક્સનભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.