ઘણીવાર એવું જોવા મળે છે કે ચીન તેના પરાક્રમોને કારણે ચર્ચામાં રહે છે.આ વખતે પણ કંઈક આવું જ છે. આ વખતે ખુલાસો થયો છે કે ચીન ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર માટે બનાવટી એકાઉન્ટનો સહારો લઈ રહ્યું છે. ચીને માત્ર ટ્વિટર પર જ નહીં પરંતુ ફેસબુક પર પણ ફેક એકાઉન્ટ ખોલ્યા છે. એસોસિએટેડ પ્રેસ અને ઓક્સફર્ડ ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટએ આ મામલે સંપૂર્ણ તપાસ કરી છે. પોતાની તપાસમાં તેમણે જોયું કે ચીનના રાજદ્વારીઓ અને સરકારી મીડિયા દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સને બનાવટી એકાઉન્ટ દ્વારા હજારો વખત રિટ્વીટ કરવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ચીનના રાજદ્વારીઓએ ટ્વિટર અને ફેસબુક પર મોટી સંખ્યામાં તેમના એકાઉન્ટ ખોલ્યા છે, પરંતુ બંને પર ચીનમાં પ્રતિબંધ છે. ઉદાહરણ તરીકે, ટ્વિટર પર એક પ્રોફાઇલ બનાવાય છે જેમાં લખો ફોલોઅર્સ હોય છે. અને તેઓ વિદેશ નીતિ પર ચીનની તરફેણમાં સતત ટ્વીટ કરે છે અને ચીનના વિરોધીઓને જવાબ આપે છે. તેમના સમર્થકોએ પણ મોટી સંખ્યામાં તેમના ટ્વીટને રિટ્વીટ કરે છે જે બનાવટી જેવુ લાગે છે. બીજી તરફ, એસોસિએટેડ પ્રેસ અને ઓક્સફર્ડ ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટને જાણવા મળ્યું કે રિટ્વીટિંગ લાખો પબ્લિસિટી કન્ટેન્ટ સુધી પહોંચે છે. આ માટે ચીન નકલી એકાઉન્ટનો સહારો લઈ રહ્યું છે. સાથે જ ચીન સોશિયલ મીડિયા પર જે કન્ટેન્ટ પ્રસાર કરી રહ્યું છે તે સંપૂર્ણપણે સરકાર પ્રાયોજિત છે.