Friday, September 20, 2024

મોરબીમાં કાયદાની કથળતી સ્થતિ:વેપારીની ઓફિસમાં ઘુસી યુવકને પાંચ શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં દિવસેને દિવસે કાયદાની સ્થતિ કથળી રહી હોઈ તેવું લાગી રહ્યું છે ગુનેગારોને જાણે કાયદાનો ડર ના હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે ગઈ કાલે શનાળા રોડ માર્કેટિંગયાર્ડ દુકાન નં -બી-૧૫ “રાજવી નામની ઓફિસમાં પાંચ શખ્સોએ ઘુસી જઈ ગાળો બોલી ખુરશી, સાવરણી તોળી યુવકને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના વતની અને હાલ મોરબી પંચાસર રોડ નાની કેનાલ રોડ શીવપાર્ક ઉપાસના પેલેસ બ્લોક નં -૨૦૨મા રહેતા મિલનભાઈ પ્રાણજીવનભાઇ કકાસણીયા (ઉ.વ.૩૩) એ આરોપી રોહિતભાઈ ભરવાડ તથા ભોલુ જારીયા રહે. મોરબી રવાપર ઘુનડા રોડ તથા અજાણ્યા ત્રણ માણસો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૧૨-૨૦૨૩ ના રોજ કોઈ પણ સમયે ફરીયાદી ભરતભાઇની ઓફીસમા કામ કરતા અને આરોપી રોહિતભાઈને ભરતભાઇ સાથે કોઇ બાબતની વાતચીત થતી ન હોય જેથી ફરીયાદીને ફોન કરી ગાળો બોલી તથા આરોપી અન્ય ચાર શખ્સોએ ફરીયાદીની ઓફીસે આવી ગાળો બોલી ખુરશી, સાવરણી તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી. એક્ટ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર