મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી શનાળા રોડ યદુનંદન પાર્ક -૦૧માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની/બીયરનો જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે મહીપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા રહે.મોરબી શનાળા રોડ યદુનંદનપાર્ક-૧ વાળો આરોપી પોતાના રહેણાંક મકાનમાં ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી વેચાણ કરેછે. જે બાતમીના આધારે રેઇડ કરતા રહેણાંક મકાને આરોપી હાજર મળી આવતા રહેણાંક મકાનમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૨૫ર તથા બિટર ટીનનંગ-૬૦ મળી કિ.રૂ.૧,૦૫૭૨૦/- ના મુદામાલ સાથે આરોપીમહીપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા રહે.મોરબી શનાળા રોડ યદુનંદનપાર્ક-૧ વાળને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.