હળવદ તાલુકાના ટીકર ચોકડી પાસે swift કારમાંથી દારૂની બોટલો મળી
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ દ્વારા ટીકર ચોકડી પાસે અજીતગઢ રોડ પર જાહેરમાં મારુતિ સુઝુકી કંપનીની swift ફોરવીલ કાર રજીસ્ટ્રેશન નંબર GJ 36 AL 8111 વાડીમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વિસ્કીને 72 તથા વાઈટલેસ વોડકા ની 144 ઉપરાંત બિયર ના 12 નંગ મળી આવતા કુલ 62,052 રૂપિયાનો વિદેશી દારૂ તથા ગાડી ની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ 3,62, 052 રૂપિયાના મુદ્દા માલ સાથે હાજર મળી આવતા આરોપી જગદીશભાઈ ગંગારામભાઈ બામણીયા રહે વજેપર વાળા ને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે