ટંકારા પોલીસ ટીમે લજાઈ નજીકથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો
ટંકારાના લજાઈ ગામથી ભરડિયા રોડ કોમ્પલેક્ષની છત પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરતી ટંકારા પોલીસ
ટંકારા પોલીસને બાતમી મળી હતી કે ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા એ લજાઇથી ભરડીયા રોડ સાર્થક પોલીપ્લાસ્ટ કારખાનાની બાજુમાં આવેલ મા પાર્વતી હોટલ લખેલ તથા પાંચ દુકાન વાળા કોમ્પ્લેક્ષની છત ઉપર ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે રેઇડ કરતા અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીંશ દારૂની નાની-મોટી વ્હીસ્કી/વોડકા બોટલો નંગ-૧૯૨ કિ.રૂ.૭૮૬૬૦/- નો મુદામાલ મળી આવ્યો હતો.
જ્યારે આરોપી ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા રહે.લજાઇ ગામ વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.