Sunday, September 29, 2024

ચૂંટણી સમયે વિકાસની વાતો કરતા નેતાઓને”અલ્પેશ ઓડીયાની” ટકોર મહેન્દ્રનગરની બંધ પડેલી લાઇટો કયારે ચાલુ થશે?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દીવા તળે અંધારું આ યુક્તિ ભાજપ શાસિત સંસ્થાઓમાં સુપેરે લાગુ પડે છે ચૂંટણી સમયે વિકાસના દિવાસ્વપ્નો દેખાડી દીધા પછી અંદરથી પ્રકાશ ના બદલે અંધારું જ રહે છે મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેશન ચોકડી પાસે લાઈટો એકાદ માસથી બંધ છે દિવાસ્વપ્નો દેખાડતું પ્રશાસન અને સ્થાનિક નેતાઓ અંધારાથી જ જાણે છે!!


સતત ટ્રાફિકથી જીવંત રહેતા મહેન્દ્રનગર ગામ ના જાપાની બસ સ્ટેન્ડ ચોકડી સુધી અને રામધન આશ્રમ સામે ના ભાગ ની લાઈટો છેલ્લા એકાદ માસથી બંધ હાલતમાં છે 17 ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રસ્તા પર લાઇટો બંધ હોવાના કારણે અકસ્માત થવાની સંભાવના પણ વધી રહી છે આમ છતાં પ્રશાસનના પેટનું પાણી હલતું નથી ચૂંટણી સમયે વિકાસની મોટી મોટી વાતો કરતાં સ્થાનિક નેતાઓ મહેન્દ્રનગરને આદર્શ ગામ બનાવવાની શેખી મારતા હતા પરંતુ આદર્શ ગામ તો ઠીક પણ ગામની મૂળભૂત જરૂરિયાત પણ પૂરી પાડવાની તસ્દી લેવામાં આવી નથી કોઇ નાના મોટા ફોલ્ટ ને કારણે લાઈટો બંધ રહે તે સમજી શકાય પરંતુ એક માસનો સમય વિતવા છતાં પ્રશાસન લાઈટ રીપેર કરવાની તસ્દી લેતું ન હોય તે સંસ્થા પોતે જ આદર્શ કેવી રીતે હોઈ શકે ચૂંટણી સમયે લોકો ને ઠાલા વચનો આપતા સ્થાનિક નેતાઓ પણ આજ અંધારામાં અલોપ રહે છે!


ભાજપ સંસ્થાઓ દિવાસ્વપ્નો રૂપી દીવો પ્રગટાવે છે પરંતુ આ ચૂંટણી પૂરતા જ હોય છે બાકી અંધારું જ હોય છે મહેન્દ્રનગર ગામ ની છેલ્લા એક માસથી બંધ પડેલી લાઈટો સત્વરે ચાલુ કરવામાં આવે તેવી નેતાઓને અને પ્રશાસનને યુવા સામાજિક કાર્યકર અલ્પેશ ઓડીયા એ ટકોર કરી કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર