ચૂંટણી પૂર્ણ થતાની સાથે બદલીનો દોર શરૂ: મોરબીના અનેક નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી
ચૂંટણી અગાઉ બદલીનો દોર જોવા મળ્યો હતો તો ફરી એક વખત ચૂંટણી પૂર્ણ થતા બદલીનો દોર જોવા મળી રહ્યો છે.
મોરબી: લોકસભા સામાન્ય ચુંટણી પૂર્ણ થતા જ બદલીનો દોર શરૂ થયો છે. મોરબી જીલ્લામા તાલુકા કક્ષાએ ૨૫ મામલતદાર અને ક્લાર્ક સહિતની બદલી કરવામાં આવી છે.
ત્યારે મોરબી જીલ્લામા તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર અને ક્લાર્ક સહિતની બદલી કરવામાં આવી છે. જેમાં નાયબ મામલતદાર બી.આર. ડોડીયા, એસ.બી. ત્રાંબડીયા, મોરબી (ગ્રામ્ય), કે.એમ.રોય. ટંકારા, એચ.એમ.પરમાર, વાંકાનેર, એચ.જી. મારવાણીયા, માળીયા (મી.), ડી.એચ.સોનાગ્રા હળવદ, એચ.એમ.બારીયા,મોરબી (ગ્રામ્ય), પી.એચ.પરમાર, મોરબી, ઓ.એન.જાડેજા,કલેકટર કચેરી મોરબી, પી.આર. ગંભીર- શિરસ્તેદાર પ્રાંત કચેરી મોરબી, આર. કે.સોલંકી, મામલતદાર કચેરી ટંકારા, બી.એસ.પટેલ -શિરસ્તેદાર પ્રાંત કચેરી વાંકાનેર એસ.જે.ઠુંમર, મોરબી, એસ.એ.કણઝરીયા, વાંકાનેર, જી.વી.મનસુરી, વાંકાનેર, એસ.એ.ઝાલાને ઇમરજન્સી રિસોપોન્સ સેન્ટરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત ક્લાર્ક જે.બી.લીખિયા, એચ.એમ.ભુત, એસ.ડી.કોરીંગા, બી.પી.પટેલ, વી.આર. વોરા, પી.ડી.ખોખાણી, બી.જે.જાડેજા, પી.એસ.જાડેજા, સી.પી.પટેલ અને એન.એસ. સોલંકીને ચૂંટણી કામગીરીમાંથી મુક્ત કરી અલગ અલગ કચેરીમાં ફરજ સોંપવામાં આવી હતી.