ચૂંટણી નજીક આવતા સિરામિક ઉદ્યોગને ફકત 3 રૂપિયાનો ભાવ ઘટાડો: ઉઘોગકારોમા ભારો ભાર રોષ
મોરબી: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગની ભલાઈ માટે સિરામિક ઉદ્યોગપતિઓ ગુજરાત ગેસના ભાવમાં 7-8 રૂપિયા જેવી મોટી રાહત મળે તે માટે ગાંધીનગર દોડી ગયા હતા પણ આ આશા ક્યાંકને ક્યાંક પર પાણી ફરી વળ્યુ હોઈ તેવું લાગી રહ્યું છે.
મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ગેસના ભાવોમાં થય રહેલા વધારાને કારણે સિરામિક ઉદ્યોગો તથા પોલીપેક ઉદ્યોગો મરણ પથારીએ પડી રહ્યા છે ત્યારે થોડો સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચુંટણી નજીક હોવાથી બે દિવસ પહેલા સિરામિક એસોસિએશન ના પ્રમુખ તેમજ પોલીપેકના પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના એમડી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી રજુઆત કરી હતી પરંતુ હાલ ગુજરાત ગેસ દ્વારા જે ગેસના ભાવમાં ત્રણ રૂપિયા જેવો નજીવો ઘટાડો કરવામાં આવતા સિરામિક ઉદ્યોગ હાસ્યમાં ધકેલાયો છે. હાલ થોડા સમયમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે આ લોલીપોપ વિતરણ કરી સિરામિક ઉદ્યોગની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હોય તેવુ લાગી રહ્યુ છે .ખરે ખર હાલ ભાવમાં ધરખમ ઘટાડો કરી શકાય તેવી સ્થિતિ છે અને નેચરલ ગેસ નો ભાવ 40% ટુટીને સાડા ચાર વર્ષના તળિયે છે તો આ 3 રૂપિયા જેવોજ ભાવ ઘટાડો સિરામિક ઉદ્યોગ સાથે મજાક સમાન હોઈ તેવી વાત હાલ સિરામિક ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે.