ખેડૂતોને દાજ્ય પર ડામ; ઇફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં કરાયો વધારો
50 કિલોની બેગ પર 250 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો
મોરબી: રાજ્યમાં ખેડૂતોને જોરદાર ફટકો લાગ્યો છે. કેમ કે ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરાયો છે જેમાં રૂપિયા 250 નો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે હેરાન થવાનો વારો આવશે.
એક તરફ ખેડૂતોને પુરતુ ખાતર મળી નથી રહ્યું અને એક થેલી ખાતર લેવા માટે લાઈનો લગાવી પડે છે ત્યારે બીજી તરફ ઇફ્કોએ NPK 102626 ખાતર અને NPK 123216 ખાતરના ભાવમાં વધારો ઝીંકાયો છે. જેમાં 50 કિલોની બેગ પર ઇફ્કોએ 250 રૂ.નો વધારો કર્યો છે. જેમાં 50 કિલોની બેગ નવો ભાવ રૂપિયા 1720 પહોંચ્યો છે. ત્યારે ઇફ્કો દ્વારા રૂપિયા 250 નો બોજો નાખવામાં આવતા ખેડુતોને ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે તેમજ નાના ખેડૂતોને આર્થીક પરેશાની થવાની વારી આવશે. હાલ આ ભાવ વધારો થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાય ગયો છે.