Sunday, December 22, 2024

મોરબી શિક્ષણ જગતને નરાધમ ટયુશન શિક્ષક રવિન્દ્ર ત્રિવેદીએ કલંકિત કર્યું: ચોમેરથી ફીટકાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી બ્રહ્મ સમાજે પણ આવ તત્વને સમાજના પ્રમુખ પદે થી તાત્કાલિક હતાવ્યો: અન્યને બનાવ્યા પ્રમુખ

મુઠ્ઠીભર તત્વો આરોપીને બચાવવા મેદાને

ભાજપ યુવા મોરચાના આગેવાન ચાર પાંચ લોકો ને લઈને આરોપીને બચાવવા પોલીસ સ્ટેશન સુધી ગયો અને કેમ ન જાય કેમ કે આરોપી સત્તાધીશ પાર્ટી સાથે જોડાયેલો છે

શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાઓ અવાર-નવાર બનતી જ હોય છે.તાજેતરમાં જ મોરબીની એક સ્કૂલમાં વિદ્યાર્થીને ધક્કો મારવાથી તે કોમામાં જતી રહી હતી.તે ઘટના આજે શિક્ષણ જગતમાં ચર્ચાનો મુદ્દો છે.ત્યારે આજે ઓરિએન્ટ ક્લાસીસ ચલાવતા એક શિક્ષકે તેની વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.

ભાજપ અને ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલ રવિન્દ્ર ત્રિવેદી નામના શખ્સ કે જે સામે કાંઠે મોરબી વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યો છે.તેની સામે આજે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરવાનો પોકસો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. ચોમેરથી આ નરાધમ પર શિક્ષક પર ફિટકાર વરસી રહ્યો છે.મોરબીવાસીઓ રોષ ભભૂકી ઊઠયો છે.આ નરાધમ રાક્ષસને કડક સજા કરવા માગણી ઉઠવા પામી છે.

આ ગુનો નોંધાયો તે પૂર્વ ગઇકાલની સાંજે જે માસુમ અને કુમળી વયની વિદ્યાર્થીનીએ રવિન્દ્ર ઉપર જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે તે વિદ્યાર્થીનીના ભાઈ તેમજ ભાઈના મિત્રોએ હવશખોર રવીન્દ્ર પર હાથ સાફ કર્યો હતો.! તેમ જ માર મારી હોસ્પિટલ ભેગો કર્યો હતો.જોકે ઘટના ગંભીર પ્રકારની હોય,ગઈકાલે રાત્રે જ ભોગ બનનાર વિદ્યાર્થીનીના પરિવારે ગુનો નોંધવવા તજવીજ હાથ ધરી હતી પરંતુ રવિન્દ્ર ભાજપ પ્રેરિત અમુક સંસ્થાઓ સાથે અને જ્ઞાતિ- સમાજનો કહેવાતો પ્રમુખ અને આગેવાન હોય તેની સામે તાત્કાલિક ધોરણે ગુનો નોંધાયો હતો.જ્ઞાતિના ન્યાયપ્રિય લોકોમાં રવિન્દ્રના કૃત્યથી ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે આ રવીન્દ્રને હાલ પ્રમુખ પદે થી હટાવી નાખવામાં આવ્યો છે અને અન્ય આગેવાનને પ્રમુખ બનવા નાખવામાં આવ્યા છે.

છતાં આજે અમુક તેના સમાજના આગેવાનો અને ભાજપ યુવા મોરચાના હોદ્દેદાર આ સમગ્ર ઘટના રાજકીય પ્રેરિત હોય અને રવીન્દ્રની કારકિર્દી પૂરી કરવા માટેની હોય માટે તેની સામે ગુનો ન નોંધાય તે માટે શરમજનક અને બાલિશ પ્રયત્ન કર્યા હતા.! અને બેશરમી અને માનવતાની હદ વટાવીને તહોમતદારને છાવરવા માટે રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પણ પહોંચિયા હતા .

મોરબી વિસ્તારમાં રવિન્દ્ર ત્રિવેદીની ઈમેજ એકદમ ખડાયેલી અને કલંકિત છે. તેની હરકતોથી લોકો સારી રીતે વાકેફ હોય પોલીસની કામગીરી ભારે પ્રસંશાઓ થઈ રહી છે.પોલીસે આવા સફેદપોશ શૈતાનોને છોડવા ન જોઈએ તે પ્રકારની લાગણી અને માંગણીને પગલે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોતાની જ વિદ્યાર્થીની જાતીય સતામણી કરનાર રવિન્દ્ર ત્રિવેદી સામે ગુનો નોંધાઈ ગયો છે.આ રવિન્દ્ર ત્રિવેદી ભારતીય વિચાર મંચ,અખિલ ભારતીય સંઘ ગુજરાત, કરાઓકે સંગીત સંધ્યા, ભારત વિકાસ પરિષદ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છે અને તેમાં વક્તા તરીકે વક્તવ્ય પણ આપી ચૂક્યો છે.તેને વાક્ છટા એટલી બધી પ્રબળ છે કે સામાન્ય વ્યક્તિ તેનાથી અંજાય જતો હોય છે. આનો તે ગેરલાભ ઉઠાવતો હતો.

પોકસોના ગુનેગારને બચાવવા નીકળેલા તત્વો પર સમગ્ર મોરબીમાં ચોમેરથી ફીટકાર વરસી રહ્યો છે.અને પોકસો પિડીત કુમળી માસુમ બાળાની તરફેણ ભારે લોકજુવાળ ઉભો થયો છેઁ.મોરબીના વિવિધ,સર્વ સમાજો દ્વારા આરોપીને કડક સજા અપાવવા શ્રેણીબંધ આવેદનો ડીએસપીને આપવામાં આવનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

રવિન્દ્ર ત્રિવેદીની કુમળી વયેની કિશોરી સાથેની હરકતોથી સમગ્ર વ્યથિત થઈ ગયો છે.પોલીસ તપાસમાં વિઘ્નો નાખનારા તત્વોની હરકતોની સીધી અસર તપાસ પર થતી હોય છે.પોલીસે કોઈની શેહશરમ રાખ્યા વગર પિડીતા સાથે રહી ત્વરિત ગુનો દાખલ કરતા સર્વત્ર પોલીસ કામગીરીની પ્રસંશા થઈ રહી છે.

આજે બ્રહ્મ સમાજના નામે પોકસોના આરોપીને બચાવવા નીકળેલા મુઠ્ઠીભર તત્વોને અમરેલીમાં બનેલી એક ઘટનાની યાદ અપાવીએ તો એક બ્રહ્મસમાજની યુવતીની અમરેલીમાં હત્યા થઈ હતી.ત્યારે બ્રહ્મ સમાજ એ ઘણી બધી રેલીઓ કાઢીને યુવતીના પ્રેમી કારડીયા જ્ઞાતિના યુવાન સામે પગલાં ભરવા અને તેને યુવતીના હત્યા કેસમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યુ હતું. જોકે પોલીસે આવા આવેદનપત્રોની અવગણના કરીને તેની સ્વતંત્રપણે તપાસ કરી હતી.ત્યારે બ્રહ્મ સમાજની યુવતીનો ભાઈ જ તેનો હત્યારો નીકળ્યો હતો ! ત્યારે પણ આવેદન આપનારા મુઠ્ઠીભર બેશરમ તત્વો ઝાંખા પડયા નહોતા ! આ ઘટના અમાનવીય,ક્રુર,અને વિકૃતિની હદ વટાવી દીધી છે. જેથી પિડીત બાળા અને તેનો પરિવાર મહામહેનતે હિંમત એકઠી કરીને પોલીસ સ્ટેશનના પગથિયા ચડી શકયો છે.

આ પિડીતાની હિંમત જોયને ભુતકાળમાં નરાધમ રવિન્દ્ર ત્રિવેદીના શોષણનો ભોગ બનેલી વિદ્યાર્થીનીઓના સંદર્ભમાં પણ પોલીસ તપાસ કરવી જોઈએ તેવી શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે.પહેલા પણ આવા એક બે બનાવો બની જ ગયા છે જે સમાધાન થતાં તે બહાર નથી આવ્યા. હાલ એ વાત અલગ છે કે યુવતીના પરિવાર તેમજ લોકરોષનો ભોગ રવિન્દ્ર બન્યો છે અને તેની ધોલાઈ કરવામાં આવી છે ! જેથી હોસ્પિટલમાં દાખલ છે.પણ પોલીસે તાકીદે આરોપીનું જો ફીટનેશ હોય તો કોઈ પણ જાતની રહેમ રાખ્યા વગર કામગીરી કરવી જોઈએ તેવી ચોમેરથી માંગણી ઉઠવા પામી છે. કેમ કે કાયદો બધા માટે સરખો જ હોવો જોઈએ.કોઈ સમાજનો આગેવાનો હોય કે કોઈ સારો વક્તા હોય તેનાથી તેને કોઈ છૂટછાટ મળી જતી નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર