ઇઝ ઓફ લિવિંગની વાત કરીએ તો, બેંગ્લોર દેશના મહાનગરોમાં શ્રેષ્ઠ છે અને શિમલા ઓછી વસ્તીવાળા શહેરોમાં નંબર 1 પર છે.આ સંદર્ભમાં રાજધાની દિલ્હી 13 મા ક્રમે છે.ટોચના 20 શહેરોમાં મધ્યપ્રદેશના ઈન્દોર, ભોપાલ, છત્તીસગઢના રાયપુર, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, મહારાષ્ટ્રના પુણે, નવી મુંબઈ અને ગ્રેટર મુંબઇ સહિત 7 શહેરોનો સમાવેશ થાય છે.સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા ઇઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ -2020 માં આ વાત સામે આવી છે.
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં 111 શહેરોના સર્વેનો સમાવેશ થાય છે.આ 49 શહેરોમાં એક મિલિયન કરતા વધુ વસ્તી (મિલિયન પ્લસ ) ધરાવે છે, જ્યારે 62 શહેરો એક મિલિયન કરતા ઓછી વસ્તી ધરાવે છે.
મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સના આધારે ઈંદોર દેશમાં નંબર -1 શહેર છે.ઈન્ડેક્સ ને 114 શહેરી સંસ્થાઓના 20 ક્ષેત્રો અને 100 સૂચકાંકોના આધારે બનાવવામાં આવી હતી.આમાં, મિલિયન પ્લસ શહેરોમાં ઈન્દોર, સુરત અને ભોપાલ ટોપ -3 હતા.જ્યારે, નવી દિલ્હી, તિરુપતિ અને ગાંધીનગર, ઓછી વસ્તી ધરાવતા શહેરી સંસ્થાઓમાં ટોચના 3 શહેરો હતા.