દુર્લભજી દેથરિયા લોકોના વિશ્વાસનું વળતર ચૂકવશે કે ફરી પાછો વિશ્વાસઘાત કરશે?
સીરામીક એસો ની જેમ પેપર મિલ એસો પણ કરી રહ્યું છે આંખ આડા હાથ: ધારાસભ્ય ની અને gpcb ના અધિકારીઓની ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં
હાલ આપ આપની તસવીર સાથે જે દૃશ્ય જોઈ રહ્યાં છો તે ગોર ખીજડીયા ગામની ધુતારી નદીના પેપરમિલના પાપના હાલના લાઇવ દૃશ્ય છે. જે ધુતારી નદીનું પાણી ખેડૂતના વપરાશ અને પશુ પંખીઓ માટે છે જે સીધું મચ્છુ-3 ડેમમાં જાય છે.
આપની પ્રાથમિક જવાબદારી બને છે કે આપ જવાબદાર અધિકારીના કાન પકડીને સ્થળ પર લઈ જઈ કડક કાર્યવાહી કરાવો, કારણ કે પેપરમિલ એસોસિએશન ના પડદા પાછળના આકા તમે છો, પરંતુ તમે એવું નહીં કરો કેમ કે આ કૃત્ય કરનાર પેપરમિલવાળા તમારા અંગત છે અને લોકોને તમે મૂર્ખ બનાવશો કે આ પાણી પેપરમિલનું નથી, તો તમને જણાવી દઈએ કે ગોર ખીજડીયા થી ૫ કિલોમીટર કોઈ ઉદ્યોગ પણ નથી અને અમે ગઈકાલે પણ લાઇવ દૃશ્યો લીધા હતા.
લોકોએ મત આપને એટલા માટે આપ્યા હતા કે તમે તેના રોડ રસ્તા સ્વાસ્થ કુદરતી જીવો અને પ્રકૃતિનું રક્ષણ કરશો પરંતુ તમારી વ્યક્તિગત સ્વાર્થ વૃત્તિમાં તમે આંધળા બની લોકો સાથે વિશ્વાસઘાત કર્યો, તમે સ્થળ પર જઇ જોવો કે આ પાણી સ્વાથ્ય અને જીવન માટે સારું છે કે નહીં.
પેપરમિલ એસોસિએશનમાં આવતા અન્ય સભ્ય કે જેઓ નીતિ નિયત થી ઉદ્યોગ ચલાવે છે તેમને ખુલીને બહાર આવી આવા કૃત્યને વખોડવું જોઈ અને જરૂરી કાર્યવાહી માટે આગળ આવવું જોઈએ.
ભૂતકાળમાં પેપરમિલમાં બાળવામાં આવતા પ્લાસ્ટિક માટે અમે બ્રાઉનિયા પેપરમિલ અને દુલર્ભજી દેથરિયાની પેપરમિલના ડ્રોન કેમેરા થી બનાવેલ લાઇવ વિડિઓ મૂક્યા હતા. જેને ધારાસભ્ય દ્વારા રફેદફે કરી દેવામાં આવ્યા, હવે મોરબીની પ્રજાને જોવું રહ્યું કે તમારા સ્વાથ્ય માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ ગંદી રાજનીતિ કરશે કે પછી પ્રજાહિત સાથે રહી કાર્યવાહી કરાવશે.