Friday, September 20, 2024

નકલી ટોલનાકું ફરી ધુણ્યુ : વઘાસીયા ટોલનાકે બે શખ્સોએ ટોલ કર્મચારીને માર મારી ભડાકે દેવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નકલી ટોલનાકુ બંધ કરાવ્યાનો ખાર રાખી આરોપીનો ટોલ કર્મચારી પર હુમલો, વિવાદ વકરવાના એંધાણ

વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકા પાસે થોડા સમય અગાઉ નકલી ટોલનાકાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો, જેમાં ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળાં મારવા નિકળેલ તંત્રએ પાંચથી વધારે શખ્સો સામે ફરિયાદ નોંધી હોય, બાદમાં ઝડપાયેલ તમામ આરોપીઓનો જામીન પર છુટકારો થયો હતો. જે આ પ્રકરણ મામલે વાઈટ હાઉસ નામની ફેકટરીમાં ધમધમતું ગેરકાયદેસર ટોલનાકુ બંધ કરાવ્યાનો ખાર રાખી વઘાસિયા ગામના બે શખ્સોએ અલ્ટો કારમાં ધસી આવી ટોલનાકાના સુપરવાઇઝર પર હુમલો કરી માર મારી, ભડાકે દેવાની ધમકી આપી, હું કહું તે ગાડી જવા દે જે નહિતર અકસ્માતમાં તને કચડી નાખીશ તેવી ધમકી આપતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ખાતે સુપરવાઈઝર તરીકે નોકરી કરતા ફરિયાદી દેવેન્દ્રસિંહ જયુભા ઝાલા (ઉ.વ. 37, રહે.વઘાસિયા)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને પ્રતિકસિંહ ઉર્ફે પિન્ટુભા જનકસિંહ ઝાલા (રહે. બન્ને વઘાસિયા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, રવિવાર બપોરે ઉપરોક્ત બંને આરોપીઓ વઘાસિયા ટોલનાકે પોતાની નંબર વગરની ગ્રે કલરની અલ્ટ્રોઝ કાર લઈને આવી ફરિયાદી સાથે બોલાચાલી કરી ‘ તે અમારૂ વાઈટ હાઉસની અંદર ચાલતું નકલી ટોલનાકું બંધ કરાવેલ છે, હવે હું કહું તે ગાડી તારે અહીંથી ટોલ ભર્યા વગર જવા દેવાની, બાકી મારી પાસે કાયમ લાયસન્સ વાળી રિવોલ્વર ભેગી જ હોય છે, ગમે ત્યાં ભડાકે દઈ દઇશ અથવા એક્સિડન્ટમાં મારી નાખીશ. તેવી ધમકી આપી માર મારી, છરી મારવા જતા તે પડી જતાં ફરિયાદીનો બચાવ થયો હતો. જેથી આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૮૪, ૩૮૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર