દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. આ સંજોગોને કારણે ગુજરાત સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાજ્ય સરકારે યુજી 2021ની 2, 4અને 6 સેમેસ્ટરની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરી છે. તે મુજબ યુનિવર્સિટીએ યુજી અભ્યાસક્રમોના બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ગ્રાન્ટ મેરિટ આધારિત કાર્યક્રમના આધારે આ વિદ્યાર્થીઓને આગામી વર્ગમાં પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લાભ 9.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ મેળવી શકશે. સાથે સાથે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, મેડિકલ અને પેરામેડિકલ પ્રોગ્રામ સિવાય ગુજરાત યુનિવર્સિટીઓમાં બીજા ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના 9.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગ્રાન્ટ-મેરિટ આધારિત કાર્યક્રમ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. આ અંગે સીએમઓ દ્વારા એક ટ્વીટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત સરકારે પરીક્ષા વગર ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.