Sunday, March 9, 2025

ડો. સ્વાતિબેન રાંકજા અને ડો. સાવનભાઇ અઘારાએ જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સગાઈ પ્રસંગની ઉજવણી કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન રાંકજા કે જેઓની સગાઈ તાજેતરમાં થઈ હોય, તેમના સગાઈ પ્રસંગ તેમજ ડો. સ્વાતિબેન રાંકજાના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે અશોકભાઈ ભીમજીભાઈ અઘારા, ડો. સાવનભાઈ અઘારા, ડો. સ્વાતિબેન રાંકજા સહીતનાઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના સગાઈ પ્રસંગ તેમજ જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન અઘારા એ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ સગાઈ તેમજ જન્મદીનની શુભકામના પાઠવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર