વાંકાનેર શહેરની શ્રી દોશી કોલેજમાંથી વર્ષ 2020 દરમિયાન NCC સાથે જોડાયેલ કોલેજના કુલ સાત વિદ્યાર્થીઓ દેશની રક્ષા કાજે પોલીસ તથા આર્મીમાં જોડાયા છે જે વાંકાનેર વિસ્તાર માટે ગર્વની વાત છે. આ સાત વિદ્યાર્થીઓમાંથી ચાર પોલીસ અને ત્રણ આર્મીમાં જોડાયા છે.
હાલ તાજેતરમાં જ એક કેડેટ ધોળકિયા પ્રવીણ ભુપતભાઈ રાજપુતાના રાયફલ સેન્ટર દિલ્હી કેન્ટ મુકામે તા.19/12/2020 ના રોજ ટ્રેનિંગ પૂર્ણ કરી અને ત્યારબાદ 15 દિવસની જંગલ ટ્રેનિંગ પણ સારી રીતે પૂર્ણ કરી અને દેશની રક્ષા કાજે ભારતીય સેનાની બોર્ડર સુરક્ષા ફોર્સમાં જોડાયો છે. જ્યારે અન્ય વિદ્યાર્થી ભરત વાલજીભાઈ દલસાણીયા બિન હથિયારી પોલીસમાં આજ રોજ રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) મુકામે સારી રીતે ટ્રેનિંગ પૂર્ણ કરેલ છે.
જેમનો દીક્ષાંત પરેડ સમારોહ તા. 08/01/2021 રોજ પૂર્ણ થયેલું છે. જ્યાં પણ આ વિદ્યાર્થીએ પોતાના પરિવાર અને વાંકાનેર નું નામ રોશન કરતા એથ્લેટિકમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જેના બદલ શ્રી મનિંદર પ્રતાપસિંહ પવાર (IPS) સાહેબ (નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ) દ્વારા તેને સન્માનિત કરવામાં આવેલ અને પ્લાટુન કમાન્ડર તરીકે સારી કામગીરી પૂર્ણ કરેલી છે. વાંકાનેરની દોશી કોલેજમાં એન.સી.સી. સાથે જોડાયી અને પોતાના ભવિષ્ય સાથોસાથ દેશની રક્ષા કાજે જોડાયેલા આ તમામ વિદ્યાર્થીઓએ દોશી કોલેજ અને વાંકાનેરનું નામ રોશન કર્યું છે.
દોશી કોલેજના આ તમામ કેડેટેને શ્રી લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડા સાહેબે માર્ગદર્શન અને યોગ્ય તાલીમ પૂરી પાડી અને પોતાના હાથ નીચે ટ્રેન કર્યો હતા, જે બદલ એન.સી.સી. કેડેટ અને લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડા સાહેબને શ્રી દોશી કોલેજ વાંકાનેરના પ્રિન્સીપાલ વાય. એમ. ચુડાસમા સાહેબ અને સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa