ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે મોરબીમાં 13મીએ ભવ્ય ભીમ ભજનનું આયોજન
આગામી 14મી એપ્રિલ 2024ને રવિવારના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તેમજ આધુનિક ભારતના સંવિધાનના રચયિતા એવા ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતિ ઉજવણી સંદર્ભ મોરબીમાં ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 14 એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી સંદર્ભ તા.13 એપ્રિલને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ચોકમાં ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભીમ ભજનીક કલાકાર નિતીન શુક્લ તથા તેમના સાંજીદા રાજુ જોષી અને રાજુ રાઠોડ ગ્રુપ દ્વારા ડો.બાબા સાહેબના સંઘર્ષમય જીવન વિશે માહિતી તથા ભજનો રજુ કરવામાં આવશે. આ ભીમ ભજનમાં પધારવા જયભીમ યુવા મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.