જિલ્લા માહિતી કચેરી મોરબીના કર્મયોગીઓએ જિલ્લા સેવા સદનના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું
મોરબી: સમગ્ર રાજ્યમાં એક પેડ માં કે નામ, સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા આમ ત્રણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે મોરબી જિલ્લામાં તારીખ ૦૩ ઑક્ટોબરના રોજ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ જિલ્લા સેવા સદનના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. એક પેડ માં કે નામ અભિયાન અન્વયે સમગ્ર જિલ્લામાં અને જિલ્લા કલેકટર કચેરીના પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગામડે ગામડે વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે.