મોરબી જિલ્લામાં કોલસા ચોરીનું મોટુ નેટવર્ક : હરિષચંદ્ર બનતું મોરબી સિરામિક જ મોટુ ખરીદદાર
પોલીસ કેમ આ દિશામા કોઈ તપાસ કરતી નથી તેવા ઉઠતા સવાલ
છેલ્લા થોડા સમયથી મોરબી જિલ્લામા પેટકોક નામના કોલસાની ચોરીનું કૌભાંડ અને હલકી ગુણવતા વાળો કોલસો સારી ગુણવતા વાળા સાથે ભેળસેળ થતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ક્ર્મશ: smc અને જિલ્લા એલ.સી.બી.એ રેડ પાડી હતી પરંતુ મહત્વનું એ છે કે જે કોલસો પોલીસ પકડી શકતી નથી તે કોલસો જાય છે ક્યાં…?
મોરબી જિલ્લામા સિરામિક અને પેપર મિલનો જબરો ઉદ્યોગ છે અને આ બંને ઉદ્યોગમાં બહુ મોટી માત્રામાં કોસસાનો ઉપયોગ થાય છે અને આ ઉદ્યોગમાં વગર બિલનો અને આવો ભેળસેળ વાળો કોલસો બેફામ વપરાય છે. જો કે ક્યારેય કોઈ સિરામિક કારખાનેદારનું નામ કોઈ કોલસા ચોરીમાં નથી આવ્યું !
ચોરી કરવી ગુનો છે તો સામે ચોરીનો માલ લેવો પણ ગુનો છે પરંતુ આ નિયમ કદાચ મોરબી સિરામિક ઉદ્યોગને લાગુ પડતો નથી કેમ કે કોઈ પણ કોલસા ચોર કે પછી કોઈ પણ ભેળસેળ કરનાર વ્યક્તિ પાસેથી પોલીસે ક્યારેય આવુ કબૂલ નથી કરાવ્યું કે કોલસો ક્યાં કારખાનામા વેચે છે.
હા કદાચ કોઈ બુટલેગર પાસેથી માત્ર એક દારૂની બોટલ ઝડપાયા તો ક્યાંથી આવી અને કોની રાત રંગીન તે બોટલ કરવાની હતી તે તમામ હકીકત પોલીસ ઓકાવી લે છે. પણ કોલસા ચોરીમાં આવું કરવાની હિમ્મત તેમનામાં નથી કેમ કે સિરામિક અને તેની સાથે સંકળાયેલા પેપર મિલના કામદારોને આંગળીના ટેરવે આખું મોરબી પોલીસ નાચે છે અને જેના ઈશારે નાચતું હોઈ તેની સામે ફરિયાદ કરવાની હિંમત આ લોકોમા નથી.!
હાલમાં પેટકોક 25 kg ની બોરી ભરી ભરી ને વેંચવામાં આવે છે અને જેની ડિલિવરી માટે ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેનો ભાવ ની વાત કરવામાં આવે તો પર kg 19 રૂપિયા લેખે વેંચવામાં આવતો હોઈ તેવી માહિતી મળી રહી છે જેમાં ફૂલ ગેરંટી સાથે ફેક્સુટરીઓ ધી ખુલ્લે આમ ડિલિવરી આપવામાં આવી રહી છે
બાકી નાની નાની કોલસા ચોરી પકડી લોકોની આંખમાં કોલસાની ભૂકી નાખતી મોરબી પોલીસના હજુ કેટલાક અધિકારી અને સ્ટાફ ભાગમાં છે તે બધા જાણે જ છે.અને રહી વાત સિરામિક ઉદ્યોગની તો પોતાની જાતને હરિષચંદ્ર અને તીસમારખાં સમજતું મોરબી સીરામીક ઉદ્યોગ કાંઈ દુધે ધોયેલ નથી જ..