Sunday, January 19, 2025

મોરબીમાં સ્વચ્છતાના નામે મીંડું:સ્વચ્છતા અભિયાન સર્વેક્ષણમાં 275માં ક્રમે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેર 2022ની સરખામણીએ 2023માં ગંદકીનું પ્રમાણ વધ્યું

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્વચ્છતા અભિયાન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ માટે સ્થાનિક નગરપાલિકાઓને પણ શહેરને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે. આમ છતાં પાલિકાના જવાબદાર અધિકારી અને સત્તાધિશોની ઘોર બેદરકારીના કારણે મોરબી શહેરમાં ગમે ત્યાં કચરાના ઢગલાઓ અને ઉભરાતી ગટરો જોવા મળતા સરકારના સ્વચ્છતા અભિયાનમાં મોરબી પાલિકાનો નેશનલ લેવલે 275મો ક્રમ આવ્યો છે જે શરમજનક કહી શકાય

મોરબીનાં વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તા પરથી છેલ્લા કેટલાય સમયથી ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે.તેમજ છેલ્લા ઘણા સમયથી મુખ્ય બજારોમાં ગટરોના પાણીની અને કચરાના ગંજની સમસ્યા દ્રશ્યમાન થાય છે.તેમજ નગદરવાજા ચોક વિસ્તાર શહેરનો મુખ્ય વિસ્તાર હોવાથી દિવસ દરમિયાન હજારો લોકો ખરીદી માટે ઉમટી પડે છે.પરંતુ તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં નાં આવતા ગંદા પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું હોઈ તેવા દ્રશ્યો અવાર નવાર જોવા મળતા હોય છે ખાસ કરીને મોરબીનાં લાતી પ્લોટ વિસ્તારમાં તો નર્કાગાર પરિસ્થિતિ છે અને મોરબી નગરપાલિકા સ્વચ્છતાના નામે સરેઆમ નાકામિયાબ થઈ છે જેના ખુદ સરકારી આંકડામાં પણ ગંદકી હોવાની સાબિતી મળી ગઈ છે

કેન્દ્ર સરકાર દ્વારા શહેરની સફાઈ વધુ સુદ્રઢ બને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી પ્રદુષણ સ્તર ઘટાડવા પ્રયાસ કરવામાં આવે છે અને તેના ભાગરૂપે દેશભરની નગરપાલિકા અને મહાનગર પાલિકા વચ્ચે સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધા યોજવામાં આવે છે 2023માં કેન્દ્રની ટીમ દ્વારા મોરબી શહેરમાં સફાઈ બાબતે ઇન્સ્પેકશન કામગીરી હાથ ધરી હતી જેનું ગઈ કાલે પરિણામ જાહેર થયું છે આ પરિણામ નિરાશા જનક રહ્યું છે કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ દ્વારા આજે સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં મોરબી પાલિકાનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું છે એક લાખથી 10 લાખની વસ્તીવાળી નગરપાલિકા અને મહા નગર પાલિકાના રેન્કિંગમાં મોરબી પાલિકાનો નેશનલ લેવલે 275મો ક્રમ આવ્યો છે 2022ના સર્વેક્ષણમાં પાલિકાનો ક્રમાંક 189 રહ્યો હતો ગત સર્વેક્ષણની સ્થિતિ જોઈએ તો 89 રેન્કિંગ પછડાટ જોવા મળ્યો છે એટલે કે મોરબી શહેર 2022ની સરખામણીએ 2023માં ગંદકીનું પ્રમાણ વધ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર