Friday, November 22, 2024

હવે વોટર આઇડી (ચુંટણી કાર્ડ) પણ મળશે ડિજિટલ ફોર્મેટમાં, જાણો સમગ્ર પ્રક્રિયા….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાષ્ટ્રીય મતદાતા દિવસ તા. 25/01 ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે વધુ એક સુવિધાના પગલાં રૂપે ડીજીટલ ફોર્મેટમાં e-EPIC (ઇ-મતદાર ફોટો-ઓળખપત્ર) સુવિધાનો પ્રારંભ કરવામાં આવનાર છે.

આ e-EPIC કોમ્યુટર અથવા મોબાઇલ દ્વારા ડાઉનલોડ કરીને તેને સાચવી શકાય છે. ડીજીલોકરમાં અપલોડ કરી શકાય છે અને તેની પ્રિન્ટ કાઢીને લેમિનેટ કરી શકાય છે. આ e-EPIC મતદારોને આપવામાં આવતાં PVC EPIC ઉપરાંત વધારાની સુવિધા છે. જે મતદારની ઓળખના પુરાવા તરીકે ચૂંટણીના હેતુ માટે માન્ય રહેશે…

મતદારો e-EPIC (1) Voter Helpline Mobile app (Android/ios) અથવા (2) https:// voterportal.eci.gov.in/ અથવા (3) https://nvsp.in/ પરથી ડાઉનલોડ કરી શકશે. તે માટે (૧) NVSP/Voter Portal પર રજીસ્ટર/લોગ ઈન કરો (૨) EPIC નંબર અથવા ફોર્મ રેફરન્સ નંબર દાખલ કરો. (૩) રજિસ્ટર્ડ મોબાઇલ પર મળેલ OTP દાખલ કરો (૪) e-EPIC ડાઉનલોડ કરો.

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૧ દરમ્યાન યુનિક મોબાઇલ નંબર સાથે નવા નોંધાયેલાં મતદાર એટલે કે મતદારયાદીમાં ફકત એક જ મતદાર સાથે સંકળાયેલો હોય તેવો મોબાઇલ નંબર ધરાવતાં હોય તેવા નવા નોંધાયેલ મતદાર તા.૨૫/૦૧/૨૦૨૧ થી e-EPIC ડાઉનલોડ કરી શકશે, જયારે તા.૦૧/૦૨/૨૦૨૧થી unique મોબાઇલ નંબર ધરાવનાર તમામ મતદારો e-EPIC ડાઉનલોડ કરી શકશે.

તે સિવાયના મતદાર e-EPIC મેળવવા માટે સૌ પ્રથમ e-KYC પ્રક્રિયા કર્યા બાદ e-EPIC ડાઉનલોડ કરી શકશે. ડીજીટલ ફોર્મેટમાં e-EPIC (ઇ-મતદાર-ફોટો ઓળખપત્ર) મેળવવાની આ વધારાની અને વધુ ઝડપી સુવિધાનો લાભ લેવા સર્વે મતદારોને ચુંટણી પંચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર