હળવદના દિઘડીયા ગામે દંપતિ પર બે શખ્સોનો લોખંડના પાઇપ વડે હુમલો
હળવદ: હળવદ તાલુકાના દિઘડીયા ગામે જમીન ખેડાણ કરવા બાબતે થયેલ ઝઘડાનું જુનું મનદુઃખ રાખી બે દંપતીને બે શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા કાળુભાઇ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૪૦) એ આરોપી ઠાકરીશીભાઈ ભીખાભાઈ મકવાણા, અને દેવરાજભાઈ ઠાકરીશીભાઈ મકવાણા રહે. બંને દિઘડીયા ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૦૫-૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં આરોપીઓએ જમીન ખેડાણ કરવા બાબતે અગાઉ બન્ને વચ્ચે બોલાચાલી થયેલ જે બાબતનુ જુનુ મનદુખ રાખી આરોપી દેવરાજભાઈએ ફરીયાદિને માથે તથા પીઠના ભાગે લોખંડનો પાઇપ મારી મુઢ ઇજા કરી અને આરોપી ઠાકરીશીભાઈએ આરોપી દેવરાજભાઈ પાસેથી લોખંડનો પાઇપ લઇ ફરીયાદિના પત્ની કાંતાબેનને લોખંડના પાઇપ વતી પીઠના ભાગે મારી મુઢ ઇજા કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર કાળુભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જીપી એક્ટ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.