વર્ષ 2021માં મોટા બજેટની ઘણી ફિલ્મો રીલીઝ થવાની તૈયારીમાં છે પરંતુ કોવિડ 19 ને લીધે આ આ ફિલ્મો પર ગ્રહણ લાગી ગયું છે. કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં ઘણા રાજ્યમાં નાઈટ કરફ્યુ અને લોકડાઉનનો સિલસિલો જોવા મળી રહ્યો છે. મોટા બજેટની ફિલ્મો વારંવાર તેની રીલીઝ ડેટ બદલે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 1000 થી 1200 કરોડ રૂપિયા અટવાયા છે. આ મોટા બજેટની ફિલ્મોમાં પ્રોડક્શનના ઘણાં બધાં પૈસા લાગેલા છે. જો થિયેટરોમાં રજૂ કરવામાં આવે તો પણ, તે કોરોના વાયરસને કારણે 30 ટકા ક્ષમતાને લીધે વ્યવસાયમાં વધુ કમાણી કરી શકશે નહીં. પ્રોડક્શનને ભારે નુકસાન થઈ શકે તેમ છે. આવી સ્થિતિમાં, શું નિર્માતાઓ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું નક્કી કરશે, તે ફક્ત સમય જ જણાવશે. મોટા બજેટની ફિલ્મો વિશે વાત કરીએ તો આમાં સલમાન ખાનની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, કંગના રનૌતની ફિલ્મ થલાઇવી. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ’83’, મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢા. અક્ષય કુમાર અભિનીત અને રોહિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મ ‘સૂર્યવંશી’. સંજય દત્ત-રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ શામેલ છે.