વાંકાનેર તાલુકાના ઢુવા નજીક થોડા દિવસ અગાઉ એક મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીના બનાવમાં આજે આ ચોરીનો ભેદ મોરબી એલસીબી ટીમે ઉકેલી ત્રણ આરોપીઓની ચોરી થયેલ રૂ. 4.63 લાખની કિંમતના 33 મોબાઈલ સાથે ધરપકડ કરવામાં આવી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 18 ડિસેમ્બરના રોજ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક ચોકડી ખાતે આવેલ પટેલ પાન એન્ડ મોબાઈલ શોપમાંથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા લાખની કિંમતના મોબાઈલની ચોરી કરવામાં આવી હતી. જે બનાવમાં આરોપીઓ ચોરીના મોબાઈલ વહેંચવા માટે નિકળતા આ બાબતની બાતમી મોરબી એલસીબી ટીમને મળતા પોલીસ દ્વારા ઢુવા જીઆઇડીસી નજીક વોચ ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને રોકી તલાસી લેતા તમની પાસેના પ્લાસ્ટિકના બેગમાં ચોરી કરેલા મોબાઈલ મળી આવ્યા હતા જેથી મોરબી એલસીબી ટીમ દ્વારા ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ મોબાઈલ ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે આરોપી અરવિંદ મનસુખભાઈ મગવાની (રહે. નવાગામ તા. થાનગઢ), રમણિકભાઈ નરશીભાઈ ઉધરેજા (રહે. ધારાડુંગળી તા. સાયલા) અને મેહુલ ઉર્ફે મેઘો મનસુખભાઈ મગવાની (રહે. નવાગામ તા. થાનગઢ)ની ધરપકડ કરી આરોપીઓ પાસેથી રૂ. 4,63,944ની કિંમતના 33 મોબાઈલ ફોન કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી એલ.સી.બી. ટીમની આ કામગીરીમાં પી.આઇ. વી. બી. જાડેજા, પી.એસ.આઈ. એન. બી. ડાભી, એ. ડી. જાડેજા, એએસઆઈ એચ. એમ. ચાવડા, પી. એસ. ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, રસિકભાઈ ચાવડા, કૌશિકભાઈ મારવાણીયા, હેડ કો. દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, ઈશ્વરભાઈ ક્લોતરા, ચંદુભાઈ કાણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, ફૂલીબેન તરાર તથા
પો. કોન્સ. અશોકસિંહ ચુડાસમા, ભરતભાઇ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, નિરવભાઈ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, આસિફભાઈ ચાણક્ય, ભરતભાઇ જિલરીયા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, યોગેશદાન ગઢવી, સતીષ કાંજીયા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, નંદલાલ વરમોરા, દશરથસિંહ ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…