Sunday, January 19, 2025

ધોર કળયુગ: હળવદના મિયાણી ગામે સાસરીયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના મિયાણી ગામે સાસરીયા પક્ષ દ્વારા મેણા ટોણા મારી તેમજ શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરિણીતાનું ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર પરણીતાની માતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બે આરોપીની અટકાયત કરેલ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા રાજુબેન જાદવજીભાઈ પોપટભાઈ (ઉ.વ.૫૦)એ આરોપી કલ્પેશભાઈ ત્રિભોવનભાઈ સુરેલા, ત્રિભોવનભાઈ ઠાકરશીભાઈ સુરેલા, રમિલાબેન ત્રિભોવનદાસભાઈ સુરેલા રહે બધા નવા માલણીયાદ ગામ. તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૬-૨૦૨૩ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે ફરીયાદીની દિકરી કાજલના લગ્ન તા.૦૯/૧૨/‌ ૨૦૨૨ના કરેલ ત્યારથી તેના સાસુ-રમિલાબેન તથા સસરા ત્રિભોવનભાઇ સુરેલા કામ કાજ બાબતે મેણા ટોણા કરી તેણીના પતિ કલ્પેશને કાન ભંભેરણી કરી માનસિક તેમજ શારીરીક ત્રાસ આપી તેમજ તેણીના પતિ કલ્પેશને કોઇથી આડા સંબંધ હોય તેણીને મારકુટ કરી માનસિક તેમજ શારીરીક ત્રાસ આપી ગાળો બોલી મારકુટ કરી એક બીજાની મદદગારી કરી મરવા મજબુર કરતા ઝેરી દવા પી કાજલનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બે આરોપી કલ્પેશભાઈ ત્રિભોવનભાઈ સુરેલા અને ત્રિભોવનભાઈ ઠાકરશીભાઈ સુરેલા ની અટકાયત કરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૬,૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર