બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર ખેડૂતોના સમર્થનમાં છે. તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખેડૂતોને ન્યાયની માંગ પણ કરી રહ્યા છે. સોમવારે ધર્મેન્દ્રએ ટ્વિટર પર ખેડૂતોનો ફોટો શેર કર્યો અને લખ્યું – “આજે મારા ખેડૂત ભાઈઓને ન્યાય મળી જાય. હું પૂરા દિલથી પ્રાર્થના કરું છું.” જણાવી દઈએ કે 26 નવેમ્બરથી ખેડુતો દિલ્હી બોર્ડર પર બેઠા છે. કેન્દ્ર સરકાર સાથે અત્યાર સુધીમાં સાત તબક્કાની વાતચીત થઈ છે. ફરી એકવાર આજે ખેડૂત નેતા અને કેન્દ્રીય પ્રધાન બપોરે 2 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મળશે.
ખેડૂતોના સમર્થનમાં ધર્મેન્દ્રની ટ્વીટ
અગાઉ પણ, ધર્મેન્દ્રએ ટ્વિટ કરીને ખેડૂતોના સમર્થનમાં લખ્યું હતું – મારા ખેડૂત ભાઈઓનું દુ:ખ જોઈને હું ખૂબ જ દુ:ખી છું. સરકારે ઝડપથી નિરાકરણ લાવવું જોઈએ. ધર્મેન્દ્ર એ જ્યારે ખેડુતોના સમર્થનમાં એક ટ્વીટ ડિલીટ કર્યું ત્યારે તેમને ઘણા ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘સરકારને પ્રાર્થના કરીએ કે જલ્દી ખેડૂત ભાઈઓની સમસ્યાનું સમાધાન શોધી લે, દિલ્હીમાં કોરોના કેસ વધી રહ્યા છે, આ વેદનાને જોઈને.’ ધર્મેન્દ્રનું આ ટ્વીટ વાયરલ થયું છે. પરંતુ તે પછી અચાનક ધર્મેન્દ્રએ તેમનું ટ્વીટ ડિલીટ કર્યું. આ પછી, તે સમયે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બૉલીવુડના ઘણા સ્ટાર્સ ખેડૂતોના સમર્થનમાં સામે આવ્યા છે. દિલજીત દોસાંઝ, પ્રિયંકા ચોપડા, સોનમ કપૂર, સોનુ સૂદ, તપસી પન્નુ, રિતેશ દેશમુખ, , ગુરદાસ માન, ઘેસરી લાલ યાદવ જેવા સ્ટાર્સે પણ ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કર્યું છે.