ધારાસભ્ય કાંતિભાઈની દબંગાઈ આવી સામે! દુકાન ખાલી કરાવવા ફોન પર ગર્ભિત રીતે ધમકાવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પોહચ્યો !!!
મોરબીમાં બળજબરી પૂર્વક દુકાન ખાલી કરાવવા ફોન પર ધમકી આપતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઓડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે ઓડીઓમાં ગંદી ગાળો હોવાથી ઓડિયો અહીં મુકેલ નથી
મળતી માહિતી મુજબ મોરબીના ઉમા ટાઉનશિપમા કાંતીભાઇ અમૃતીયાના ભત્રીજાએ પ્લોટ પાડી ૨૦૧૪ માં દુકાન બનાવેલ જેમાં દુકાન મોરબીના વેપારીએ લીધેલ હોય જેના રૂપીયા ચુકવી દીધેલ હોય તેમ છતા આરોપીએ વ્યાજનું વ્યાજ કરી ખોટી રકમની માંગણી કરતા વેપારીએ રૂપીયા આપવાની ના પાડતાં તેમના ભત્રીજાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો સહારો લીધો હતો જેમાં ફોન પર કાંતીભાઇ અમૃતીયા વેપારીને ગાળો આપી બળજબરીથી દુકાન ખાલી કરાવવા ગર્ભીત ધમકી આપી રહ્યા છે. જે પ્રજાને ન્યાય અપાવવા માટે સરકારમાં આવે છે અને પછી આવી રીતે પોતાના સગા સંબંધીઓ માટે ધમકીઓ અને સતાનો પાવાર વાપરી વેપારીઓ પર રોફ જમાવે છે
મળતી માહિતી મુજબ મોરબીની ઉમા ટાઉનશિપમાં રહેતા ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરીયાએએ આરોપી કૌશિક શાંતિલાલ અમૃતીયા ઉ.વ.૩૨ રહે. વિધુત નગર સોસાયટી રવાપર રોડ નરસંગ ટેકરી પાસે મોરબી તથા રાજ ભરતભાઈ અમૃતીયા ઉ.વ. ૨૨ વિધુત નગર સોસાયટી રવાપર રોડ સુભાષનગર સામે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે મોરબી તાલુકાના ગામ મહેન્દ્રનગરના સર્વે નંબર ૧૬૦/૧, ૧૬૧ પૈકી, ૧૬૨ પૈકી, ૧૬૨ / ૧ પૈકી, ૧૬૩/૧ પૈકી, ૧૬૪ પૈકી, ૧૬૪/૧ પૈકી તથા ૧૬૪ પૈકીની કુલ જમીન ચોરસ મીટર ૧૭૮૬૭૧-૦૦ ના ક્ષેત્રફળ વાળી ઓધોગીક હેતુમાંથી રહેણાંક હેતુ માટે હેતુફેર થયેલ છે અને તેમાં પ્લોટ પાડવામા આવેલ છે જે ” ઉમા ટાઉનશિપમાં !! એ નામે ઓળખાય છે તેમા પ્લોટ નંબર ૨૭૯ તથા ૨૯૯ ની જગ્યા ઉપર બનાવેલ દુકાનોના ગ્રાઉન્ડ ફ્લોર ઉપરની દુકાન ડી-૧૪ તથા ડી-૧૫ કુલ ચોરસ મીટર ૩૯-૭૮ ના ક્ષેત્રફળની ઓનરશીપથી એક દુકાનના અગીયાર લાખ લેખે બે દુકાનના કુલ રૂપિયા બાવીસ લાખમાં વેચાણ લેવા માટે આરોપીઓ સાથે ૨૦૧૪ માં નકકી કરવામા ‘ આવેલ. પરંતુ આ અંગે કોઈ લખાણ કરવામાં આવેલ નહી પરંતુ અમારી બે દુકાન વચ્ચેની દીવાલ બનાવેલ નહી તેથી બંને દુકાનનો કબજો ૨૦૧૪ ફરીયાદીને સોંપી આપવામાં આવેલ અને દુકાનોની કાર્યવાહી બાકી હોવાથી દસ્તાવેજ કરી આપેલ નહી. તેથી ફરીયાદીએ આરોપીને રૂપિયા બે લાખ રોકડા આપેલા અને કટકે કટકે કરી કુલ રૂપિયા અગીયાર લાખ ચુકવી આપેલ છે અને બીજા અગીયાર લાખ આપવા ફરીયાદી તૈયાર હતા અને દસ્તાવેજ કરી આપવાનું કહેતા આરોપીઓએ બને દુકાનનો દસ્તાવેજ તૈયાર કરેલ અને તારીખ ૧૦-૦૪-૨૦૨૩ ના રોજ સ્ટેમ્પ પણ કઢાવી લીધેલ તે પૈસા પણ ફરીયાદીએ આરોપીઓને ચુકવી આપેલા. તેથી દર્શાવે છે કે આરોપીઓ સાથે બે દુકાન વેચાણ લેવા માટે નક્કી કરવામાં આવેલ.
ત્યારબાદ દસ્તાવેજ રજીસ્ટર્ડ કરતી વખતે આરોપીઓએ ફરીયાદીને જણાવેલ કે અગીયાર લાખ ઉપરાંત તમારે રૂપિયા સાત લાખ નેવું હજાર નવસો પચાસ રૂપિયા આપવાના થાય છે અને તેની ચીઠી આ સાથે છે અને જો તમારે બીજી દુકાનનો દસ્તાવેજ કરાવવો હોય તો રૂપિયા પચિસ લાખ આપવા પડશે તોજ બીજી દુકાનનો દસ્તાવેજ તમને કરી આપીશું. આટલી મોટી રકમની ફરીયાદીથી વ્યવસ્થા થઈ શકે તેમ નહી હોવાથી ફરીયાદીએ અત્યારે એક દુકાનનો દસ્તાવેજ કરાવી લીધેલ છે. જ્યારે આરોપીઓને ફરીયાદીએ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ચેકથી ચુકવેલ છે અને દસ્તાવેજના સ્ટેમ્પમાં અવેજની રકમ રૂપિયા છ લાખ નેવું હજાર દર્શાવેલ છે અને તેના ઉપર થતી રજીસ્ટ્રેશનની ફી પણ ફરીયાદી પાસેથી ખોટી રીતે વસુલ કરવામાં આવેલ હતી. ત્યારે ભોગ બનનાર વેપારી પાસેથી આરોપીએ ખોટી રીતે મોટી રકમની માંગણી કરેલ છે વેપારી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી ખોટી રીતે વધુ ટકા વ્યાજ લીધેલ હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ત્યારે આ બનાવ અંગે આરોપી કૌશિક અમૃતીયા અને રાજ અમૃતીયાએ તેમના કાકા મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને જણાવતા કાંતિલાલ અમૃતિયાએ પોતાના ભત્રીજાઓને ઠપકો આપી સમજાવવાના બદલે વેપારી ભુપેન્દ્રભાઈને ફોન કરી ફોન પર ગાળો આપી દુકાન ખાલી કરી આપવા ગર્ભીત ધમકી આપી હતી. ત્યારે લોકો જોઈ રહ્યા છે જે વ્યક્તિ વિધાનસભાની ચૂંટણી વખતે પ્રજાના કાર્યો નિષ્ઠા પૂર્વક કરીશ તેવી બાંહેધરી આપનાર કાંતિલાલ અમૃતિયા પોતે જ લોકોને ડરાવી ધમાવી રહ્યા છે ત્યારે શું સાચે જ ભાજપમાં ગુન્ડા રાજ છે કાંતિલાલ અમૃતિયાની આ ધમકી જોતા લાગી રહ્યું છે કે પ્રજાનાં રક્ષક જ આજે ભક્ષક બની બેઠા છે તો પછી પ્રજા ન્યાય કોની પાસે માગવા જાશે. કાંતીલાલ અમૃતિયાને ધમકી આપનારને તો પોલીસ ગણતરીની કલાકોમાં પકડી પાડે છે ત્યારે જોવું રહ્યું કે શું કાંતિલાલ અમૃતિયાના ભત્રીજાઓને પોલીસ પકડી કાંતિલાલ પર કાયદેસરની કાર્યવાહી કરશે પછી હાથ પર હાથ ધરી બેશી રહશે.