ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે આર્મી રીક્રુટીંગ કચેરી, જામનગર દ્વારા તા.૦૧/૦૨/૨૦૨૧ થી તા.૧૫/૦૨/૨૦૨૧ દરમિયાન NDH હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, દેવભૂમિ દ્વારકા ખાતે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા પુરૂષ ઉમેદવારોએ (દિવ્યાંગો સિવાય) ઉપસ્થિત રહેવા માટે ભારતીય આર્મીની વેબ સાઇટ http://www.joinindianarmy.nic.in પર તા.૧૮/૦૧/૨૦૨૧ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવેલ છે….
આ સાથે જ અગાઊ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો પણ ઉમેદવારોએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર, શારીરિક ક્ષમતા, ટેસ્ટની પધ્ધતિ, માર્કીંગ સીસ્ટમ, સાથે રાખવાના પ્રમાણપત્રો વગેરે વિગતો સદરહું વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વધું વિગત માટે આર્મી રીક્રુટીંગ કચેરી, જામનગર ફોન નં.૦૨૮૮ ૨૫૫૦૩૪૬ અથવા રોજગાર વિનિમય કચેરી, મોરબી ફોન નં.૦૨૮૮૨૨ ૨૪૦૪૧૯ નો અથવા નજીકની રોજગાર કચેરીનો સંપર્ક સાધવો તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીએ એક પ્રેસ યાદીમાં જણાવાયું છે….
સમગ્ર મોરબી જીલ્લાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa