દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા સ્વાતંત્રતા પર્વ નિમિતે 3300 વિદ્યાર્થીઓને રાઈટીંગ પેડ વિતરણ કરાયા
માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડમાં સ્વતંત્ર દિવસની ઉજ્જવણી નિમિતે કંપનીના પટાંગણમાં ધ્વજવંદન કરાયું હતું, જેમાં કંપનીના પ્રોડકશન મેનેજર ભુપતસિંહ જાડેજા દ્વારા ધ્વજ ફરકાવાયો હતો અને કર્મચારીઓ સહભાગી બન્યા હતા.
આ કંપની સામાજિક કલ્યાણની પ્રવૃતિઓમાં ખુબજ સક્રિય છે, એમાં પણ ખાસ કરીને શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે અવનવી પ્રવૃતિઓ કરતા રહે છે. જેના ભાગ રૂપે સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિતે વિવિધ ગામની શાળાના ૩૩૦૦ વિદ્યાર્થીઓને રાઈટીંગ પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમા દેવ સોલ્ટના પ્રતિનિધિ વિવેક ધ્રુણા, રમજાન જેડા અને રાજેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.